તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:મુન્દ્રામાં કોંગ્રેસ જીતની તૈયારી સાથે ચૂંટણીમાં ઉતરશે

મુન્દ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મુન્દ્રા કોંગ્રેસે ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભવાના આશયથી બોલાવાયેલી બેઠકમાં આગામી આયોજન વિશે માર્ગદર્શન અપાયું હતું. કાર્યકરોને સંબોધતા તાલુકા ઇન્ચાર્જ રફીક મારાએ પેઈજ પ્રમુખ, જનમિત્ર, વોર્ડ સમિતિની રચના, સંયોજકની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. શહેર પ્રભારી કિશોર પિંગોલે ચૂંટણી જીતવા વ્યૂહાત્મક તૈયારી કરવાની હાકલ કરી હતી. મુકેશ ગોરે પ્રત્યેક રચનામાં પાયાના સનિષ્ઠ કાર્યકરોને સામેલ કરવા જણાવ્યું હતું.

શહેર પ્રમુખ કપિલ કેસરીયાએ દરેક વિજયમાં કાર્યકરની ભૂમિકા મહત્વની હોવાથી અત્યારથીજ કામે લાગી જવા જણાવ્યું હતું. જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ ભાવનાબેન રાજગોર, નયનાબેન પટેલ અને સ્થાનિક હોદેદારો જોડાયા હતા. કાર્યક્રમ દરમ્યાન કિસાન આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો