વિરોધ:મુન્દ્રામાં બિસ્માર માર્ગોના ગાબડાં પુરી શહેર કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો

મુન્દ્રા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાયકા પહેલાં મુન્દ્રા શહેરને સાંકળ તા તમામ માર્ગો વ્યાપક બિસ્માર હાલતમાં ફેરવાતા ગાડાવાટ માં પરાવર્તિત થયા છે.ચાલુ ચોમાસામાં વરસાદ ને લઈ ઠેર ઠેર ગાબડાં પડતાં લોકો ને ખમવી પડતી હાલાકીને લઈ શહેર કોંગ્રેસે કહેવાતા વિકાસને શોધવા કૂચ કરી ખાડાઓને પ્રતિકાત્મક રીતે પુરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

તેમજ મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિએ મામલતદાર ને પાઠવેલા આવેદનપત્ર માં દાયકા પૂર્વે નિર્મિત શહેર ને જોડતા ભુજ,અંજાર,ગાંધીધામ કોસ્ટલ હાઇવે તથા જુના બંદર ના માર્ગો જર્જરિત બન્યા હોવાથી તેને ત્વરાએ દુરસ્ત કરી ગાબડાઓ નું પેચિંગ કરવાની માંગ કરી હતી.તેમજ ઔદ્યોગિક રીતે વિકસિત મુન્દ્રમાં પધારતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકો શહેર ના માર્ગો ની અવદશા જોઈ ગંદા ગોબરા નગર ની છબી લઈ ને પરત જતા હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.વિશેષ માં 300 કરોડ ના વિકાસ નો પરપોટો ફૂટી જતો હોય તેમ તાજેતર માં પાલિકા એ એકાદ બે કાટમાળ ના ટ્રેક્ટર થી ખાડાઓ નું પુરાણ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું ટાંકી વાસ્તવ માં વિકસતા શહેર ને અનુરૂપ અદ્યતન માર્ગો ની દરખાસ્ત માર્ગ મકાન વિભાગે સરકાર ને મુકવા ની લાગણી દર્શાવી જો આગામી સમયમાં લોકહિત માં સકારાત્મક કાર્યવાહી ન થાય તો સત્યાગ્રહાત્મક પગલાં લેવાની ચીમકી શહેર કોંગ્રેસે આપી છે.આવેદન આપતી વેળાએ શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલ કેસરીયા વિપક્ષી નેતા ઇમરાન જત નગર સેવકો કાનજી સોંધરા, જાવેદ પઠાણ, અનવર ખત્રી, ભરત પાતારીયા સાથે બહોળી સંખ્યા માં કોંગ્રેસી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...