વિરોધ:મુન્દ્રામાં વરસાદી પાણીનો નિકાલ ન કરાતા લોકો રસ્તા પર ઉતર્યા

મુન્દ્રાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાબા સાહેબ આંબેડકર વિસ્તારના લોકોનો રોષ જોઇ તંત્ર દોડ્યું

શનિવારના રાત્રે ચાર ઇંચ જેટલી ભારે વર્ષા થતાં નગરના અત્યંત નીચાણવાળા ડો. બાબા સાહેબ આંબેડકર નગર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા, જેના પગલે પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને રાત્રે ત્રણ વાગ્યાના સમયગાળા દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી સમેતની ટીમ ઘટના સ્થળે ઘસી ગઈ હતી. મહોલ્લાવાસીઓએ પાણીના નિકાલ માટે અવરોધરૂપ થતી આડશો દૂર કરવાની માંગ કરી હતી, જેમાં પ્રથમ સૂચિત વિસ્તાર અને હડાગુડી વચ્ચેની પાપડી તોડવાની લાગણી દર્શાવી હતી.

પરંતુ તંત્ર દ્વારા આશ્વાશન આપ્યા બાદ બપોર સુધી કામગીરી હાથ ધરવામાં ન આવતા વિસ્તારની મહિલા, પુરુષો અને બાળકો સમેટનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું માર્ગની બન્ને બાજુએ આડશો મૂકી વચ્ચે લોકો બેસી જતાં કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. બનાવને પગલે ફરી તાલુકા વિકાસ અધિકારી પોલીસ સાથે સ્થળ પર દોડી જઈ બુલડોઝર દ્વારા પાપડી તોડવાની ગતિવિધિ હાથ ધરી હતી. તે કામગીરી મોડે સુધી ચાલુ રહેતા દ્વિચક્રી અને ફોરવ્હીલર વાહનોને વાયા કોલીની વિસ્તારોનો ફેરો ખાઈ બારોઇ તથા ગામમાં અવર-જવર કરવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...