તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મુન્દ્રામાં આખલાઓના યુદ્ધ થકી 5 દ્વિચક્રી વાહનો ખોખરા થયા

મુન્દ્રા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુધરાઈ પશુઓનું સ્થળાંતર ક્યારે કરશે?
  • અડધી કલાક સુધી ચાલેલી લડાઈથી ટ્રાફિક અવરોધાયો

મુન્દ્રાના મુખ્ય માર્ગો પર બેફામ વિચરતા ચોપગા પશુઓ અંગે પ્રશાસન સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી છે. ભૂતકાળમાં આખલાની હડફેટે ચડેલા રાહદારીને જીવ ખોવાનો વારો સુદ્ધાં આવી ચુક્યો છે છતાં તેને જાણે સમસ્યા હલ કરવામાં કોઈ રસ ન હોય તેવું ચિત્ર નગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઉપસી આવ્યું હતું. જેમાં આંખલાઓના દ્વંદ્વયુદ્ધ થકી પાંચ દ્વિચક્રી વાહનો ખોખરા થયા હતા.

જેમાં મોડી સાંજે સર્વ સેવાસંઘ નજીક યુદ્ધે ચડેલા આંખલાઓએ રાહદારીઓને બાનમાં લીધા હતા. અને અડધી કલાકના લાંબા સમયગાળા સુધી ચાલેલી પશુઓની લડાઈ થકી બસ સ્ટેન્ડ વિસ્તાર અને તાલુકા પંચાયત કચેરી સુધી બંન્ને છેડે ટ્રાફિક સ્થગિત થઇ ગયો હતો. ઉપરાંત વાત એટલે થી અટકી ન હતી અંટસે ચડેલા ચોપગા પશુઓએ કતારબંધ ઉભેલા દ્વિચક્રી વાહનોને હડફેટે લેતાં બુલેટ તેમજ સ્કૂટી જેવા પાંચ વ્હીકલ ખોખરા થતાં તેના માલિકોને આર્થિક ફટકો પડ્યો હતો.ત્યારે નગરજનો કોઈ અકસ્માતની ઘટના બને તે પહેલા તાત્કાલિક ધોરણે આંખલાઓનું સ્થળાંતર ઈચ્છી રહા છે.

ઢોરોને ખુલ્લા મૂકી દેતા માલિકો સામે કાર્યવાહી કરવા માંગ
બીજી તરફ ફક્ત દૂધની દોહાઈ પૂરતા સ્વાર્થ ખાતર ઢોરો પાડતા માલિકો પોતાનું કામ પૂર્ણ થયે પશુઓને ખુલ્લા મૂકી દેતા હોવાની બાબત સર્વવિદિત છે માટે સુધરાઈ દ્વારા તેમની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરાય તો પણ સમસ્યામાં આંશિક રાહત મળવાનો મત ચોમેર પ્રવર્તી રહ્યો છે.

પશુઓનું ગુંદાલા ખાતે સ્થળાંતર કરવાનો કોલ અપાયો હતો
મુન્દ્રા બારોઇ સંયુક્ત પણે નગરપાલિકા જાહેર થયા બાદ નવી ચૂંટાયેલી બોડીએ પ્રથમ સામાન્ય સભામાં લોકો માટે માથાનો દુખાવો બનેલા ચોપગા પશુઓને સ્થાનિક પાંજરાપોળ સાથે બેઠક કરી ગુંદાલા સ્થિત જીવદયા કેન્દ્રમાં ખસેડવાનો કોલ અપાયો હતો.જેને ખાસો સમયગાળો વીત્યા છતાં સુધરાઈ તરફથી કોઈ નક્કર કાર્યવાહી થઇ ન હોવા સંદર્ભે પ્રજા આક્રોશ વ્યક્ત કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...