તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરકાયદેસર પ્રવ્રૃતિઓ:મુન્દ્રામાં ચોમેર ધમધમતા આધુનિક સ્પાની આડમાં ગોરખધંધા ફુલ્યા ફાલ્યા

મુન્દ્રા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઔદ્યોગિક વિકાસ બાદ પંચરંગી વસ્તી ધરાવતા નગરમાં આઠ થી વધુ મસાજ પાર્લર ધમધમે છે

મુન્દ્રા પંથકનો ઔદ્યોગિક વિકાસ થયા બાદ સતત ગેરકાયદેસરની પ્રવ્રૃતિઓ મુદ્દે ચમકતા રહેતા નગરમાં ચોમેર બિલાડીના ટોપની જેમ ખુલી ચૂકેલા આધુનિક સ્પા નગરના પ્રબુદ્ધ વર્ગમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. બારોઇ રોડ બંદરીય પરિવહનથી ધમધમતા શક્તિ નગર,મોટા કપાયા રોડ અને ઝીરો પોઇન્ટ વિસ્તારની આસપાસ અંદાજિત આઠ થી વધુ સ્પા પાર્લરના શટર ગ્રાહકો માટે બાર થી વધુ કલાક સુધી ખુલેલા જોવા મળે છે.જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ તે પૈકી કુખ્યાત બનેલા ત્રણ મસાજ પાર્લરમાં કસ્ટમરોને માલિશરૂપી સર્વિસ આપતી યુવતીઓ તેમની પાસેથી વિવિધ અનૈતિક પ્રવૃતિઓના પ્રતિ કલાક 800 થી 3000 રૂ સુધીનો ચાર્જ વસુલતી હોવાનું સપાટીએ આવ્યું છે.વિશેષમાં વધારે પડતી નેપાળ અને બાંગ્લાદેશથી યુવતીઓ લઇ આવતા સ્પાના સંચાલકો તેમની ઓળખના પુરાવા સુદ્ધાં સ્થાનિક પોલીસ મથકે જમા કરાવતા ન હોવાના અહેવાલ સાંપડ્યા છે.જયારે હકીકતમાં નગરમાં વસવાટ કરતાં પરપ્રાંતિય ભાડુઆતોની ઓળખ થાણાં માં રજુ કરવી મકાન માલિકો માટે ફરજિયાત છે.ત્યારે પાર્લરોની ગતિવિધીઓએ લોકહિતમાં અનેક સવાલો ખડા કર્યા છે.

ગેરકાયદેસરની પ્રવૃતિઓ પર રોક લગાવવા પોલીસ સતર્ક-પીઆઇ મિતેષ બારોટ
ઉપરોક્ત બાબતે મુન્દ્રા પીઆઇ મિતેષ બારોટનો મોબાઈલ પર સંપર્ક સાધતા તેમણે ચર્ચાઓ તેમના કાને પણ અથડાઈ હોવા બાબતે સમર્થન આપી પોલીસ આ અંગે સતર્ક હોવાની લાગણી સાથે આવી પ્રવૃતિઓ ઉપર તેમની બાજ નજર હોવાનું જણાવ્યું હતું .જયારે મુન્દ્રા બારોઇ સુધરાઈના પ્રમુખ કિશોરસિંહ પરમારે પાલિકા મધ્યે સ્પા સંબધિત કોઈ પણ નોંધણી થઇ ન હોવાની બાબત પર પ્રકાશ પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...