તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પગલાં લેવાની માંગ:મુન્દ્રામાં સગીરને ટ્રાફિક પોલીસે ધકબુસટ કરતા સર્જાયો હોબાળો

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસી નગરસેવકો, મુસ્લિમ-મહેશ્વરી સમાજના અગ્રણીઓએ પીઆઇને રજૂઆત કરી

ગત સવારે મુન્દ્રા મધ્યે બનેલા એક બનાવમાં ટ્રાફિક પોલીસે સગીરને ધકબુસટનો માર માર્યો હોવાના આક્ષેપો ઉઠતા સમગ્ર પ્રકરણ વોટસએપ ગ્રુપમાં ચર્ચાનો વિષય બન્યું હતુ જેની ફળશ્રુતિ રૂપે સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો અને મુસ્લિમ અગ્રણીઓએ પોલીસ મથકે એકત્રિત થઇ જવાબદારો સામે તટસ્થ પગલાં લેવાની માંગ કરી હતી.

સમગ્ર ઘટનાક્રમ મુજબ ગત સવારે 11.30 વાગ્યે રીક્ષામાં બેસી સબંધી ચાલકને મદદ કરવા ગયેલા સગીર યુવાનને ટ્રાફિક પોલીસકર્મીએ માર માર્યો હોવાની લેખિત અરજી ભોગગ્રસ્તની માતા શેરબાનુ કાસમ સમેજાએ પોલીસ મથકે આપી હતી. ત્યારબાદ સમગ્ર ઘટના સોશ્યલ મીડીયા પર વાયુવેગે વહેતી થતાં આજે સવારે શહેર કોંગ્રેસી નગરસેવકો તેમજ મુસ્લિમ અને મહેશ્વરી સમાજના અગ્રણીઓ રજૂઆત અર્થે પોલીસ થાણે પહોંચ્યા હતા. અને બનાવના જવાબદાર વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવાની માંગ ઉપરાંત સામાન્ય માણસ તેમજ રોજનું કમાવી ખાતા વર્ગ પ્રત્યે માસ્કના દંડ અંગે રહેમ દ્રષ્ટિ દાખવવાની માંગ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં મુન્દ્રા પીઆઈ મિતેષ બારોટે જવાબદાર ટ્રાફિક કર્મી વિરુદ્ધ ઉચિત કાર્યવાહીની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...