તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કચ્છમાં તંત્રના સહયોગથી ગૌચર જમીન દબાણોનો આક્ષેપ કરાયો

મુન્દ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્યસરકારે જમીનો દબાવીને બેઠેલા ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ તળે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે ત્યારે જિલ્લા સમાહર્તા સમક્ષ કચ્છ જિલ્લામાં આવી દબાણયુક્ત જમીનો મુક્ત કરાવવાની માંગ કરાઈ છે.

જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી સદસ્ય હાજી સલીમ જતે કરેલી લેખિત રજુઆતમાં મજકૂર કાયદાને કચ્છના પરિપેક્ષ્યમાં જોઈએ તો અહીં સરકારની હજારો એકર જમીન વિકાસના નામે તંત્ર દ્વારા સાંઠગાંઠ રચી જમીન માફિયાઓ દબાવીને બેઠા હોવાનો ઉલ્લેખ કરી જો પ્રજા વિરોધ કરે તો તેમનો આવાઝ દબાવી દેવામાં આવતો હોવાની લાગણી વ્યક્ત કરી છે. હાલે નવી માપણીનો તમામ ડેટા ડીઆઇએલઆર કચેરીમાં ઉપલબ્ધ છે ત્યારે ગેરકાયદેસર દબાણયુક્ત જમીનની ખરાઈ કરી તંત્ર દ્વારા ટૂંક સમયમાં ઉચિત કાર્યવાહી કરાય તો જ સૂચિત કાયદાનો ઉદેશ્ય સિદ્ધ થશે તેવી વાત ઉચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો