છેતરપિંડી:ગેલડામાં ઠગબાજોની બેલડી મહિલાની બંગડીઓમાંથી 80 હજારનું 20 ગ્રામ સોનું સેરવી ગઈ

મુન્દ્રા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાફ કરવાના બહાને હળદરમાં બંગડીઓ નાખી ચીટરો સિફતપૂર્વક માલ ઉતારી ગયા

લોભ ને થોભ નહીં કહેવતને સાર્થક કરતાં મુન્દ્રા તાલુકાના ગેલડા મુકામેથી ઠગ બેલડી સાફ કરી આપવાના બહાને મહિલા પાસેથી સોનાની બંગડીઓ ધૂતી તેમાંથી 80 હજારનું 20 ગ્રામ સોનું સિફતપૂર્વક સેરવી પલાયન થઇ ગઈ હતી.

પોલીસ દફતરેથી ભોગગ્રસ્ત મહિલા પાનબાઈ હરિલાલ દેઢીયા (ઉ.વ.78 રહે દૂધ ડેરીની બાજુમાં ગેલડ)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ બુધવારે બપોરે સાડા બાર વાગ્યા અરસામાં ગેલડા મધ્યે તેમના ઘર નજીક બન્યો હતો. જેમાં તેઓ ઓટલે બેઠા હતા ત્યારે અજાણ્યા બે ઈસમોએ તેમની પાસેથી પ્રથમ સોનાની બંગડી સાફ કરી આપવાના બહાને ધૂતી હતી.તેમની વાતોમાં આવી જઈ ને પાનબાઈએ ત્રણ તોલાની બે બંગડીઓ આપતાં ચીટરોએ કાટ ઉતારવા આભૂષણ હળદરમાં નાખી સિફતપૂર્વક 20 ગ્રામ સોનું સેરવી લઇ છુ થઇ ગયા હતા.

તેમના ગયા બાદ પાનબાઈને સોનું ઓછું થયું હોવાનું ભાન થતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવને પગલે મુન્દ્રા પોલીસે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીનો ગુનો દર્જ કરી તેમને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...