તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મુન્દ્રામાં આગ લાગે તો બચાવના સંસાધનો માત્ર ત્રણ સંસ્થા પાસે

મુન્દ્રા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવ મોટા ગજાની હોસ્પિટલો ધમધમે છે પણ
  • સુધરાઈ આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળવાની હોવાનો તાલ સર્જાયો

નગરનો ઔદ્યોગિક વિકાસ થયા બાદ મુન્દ્રામાં આરામદાયક સુવિધાઓ આપતી હોટલ અને રેસ્ટોરન્ટોનો રાફડો ફાટી નીકળ્યો ત્યાર બાદ તબક્કાવાર આધુનિક સારવાર આપતી હોસ્પિટલો પણ બની અને મુન્દ્રા બારોઇને સંયુક્ત પણે સુધરાઈનો દરજ્જો પણ મળી ગયો પરંતુ હાલ પાલિકા અસ્તિત્વમાં આવી હોવાના સાત માસ બાદ પણ તેના ચોપડે માત્ર ત્રણ હોસ્પિટલો અને એક હોટલ સમેત કેવળ ચાર પાસે આગજનીના બનાવ સામે રક્ષણ મેળવવા ફાયર સેફટીની સુવિધા હોવાની નોંધણી થયા ની બાબત સત્તાધીશોના સુસ્ત વલણની ચાડી ખાય છે.

પ્રાપ્ત માહિતી મુજબ ફક્ત સ્થાનિક એસટી બસ સ્ટોપથી બારોઇ રોડ અને મુન્દ્રા અંજાર ધોરીમાર્ગ સમેત નગરમાં નવ મોટા ગજાની હોસ્પિટલો ઉપલબ્ધ છે. તેના સિવાય નાના ઔષધાલયો અલગ પરંતુ તેમાં અકસ્માતે આગજની નો બનાવ બને તો સંકટ સમયના ઉપાય સમાન ફાયર સેફટીના કોઈ સાધનો ઉપલબ્ધ નથી. ઉપરાંત સુધરાઈના દફ્તરે પણ અદાણી,ગીતા અને મીમ્સ સિવાય કોઈ પણ દવાખાનાનું ના વાંધા પ્રમાણપત્ર નોંધાયેલું નથી ત્યારે દર્દીઓની સુરક્ષા અર્થે સ્થાનિક પ્રશાસનનું હરકતમાં આવવું અનિવાર્ય બન્યાનું ચિત્ર ઉપસ્યું છે.

મુન્દ્રા પંથકના હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ સમાન પરિસ્થિતિ
હાલ મુન્દ્રાના ઝીરો પોઇન્ટ થી મિર્ઝા કોર્નર સુધી અંદાજિત દસ જેટલી જાયન્ટ હોટલો અને રેસ્ટોરન્ટ આવેલા છે.ઉપરોક્ત વિસ્તારોમાં ધ્રબ અને નાના કપાયા ગ્રામપંચાયત નો સીમાડો લાગુ પડે છે જયારે મુન્દ્રામાં સુધરાઈ હસ્તકના વિસ્તારોમાં પણ નાની મોટી 20 હોટલો અને રેસ્ટોરન્ટ કાર્યરત છે પરંતુ સુધરાઈમાં માત્ર એક હોટલ પાસે ફાયર સેફટીની NOC નોંધાયેલી છે ત્યારે નગરજનો ના હિતમાં સૂચિત ગ્રામપંચાયતો અને સુધરાઈ આગળ આવી સરકારી ધારાધોરણો ની ચુસ્ત અમલવારી કરાવે તેવો મત ચોમેર પ્રવર્તી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...