લેન્ડ ગ્રેબિંગનો ગુનો:મુન્દ્રામાં ખાનગી જમીનમાં ગેરકાયદે 50 વારનું બાંધકામ

મુન્દ્રા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ માસ અગાઉ ડેલીમાં ગેરકાયદે રૂમ ખડકી નાખનાર સામે નોંધાયો લેન્ડ ગ્રેબિંગનો ગુનો

મુન્દ્રા મધ્યે એકજ ડેલીમાં રહેતા પાડોસીએ ખાનગી માલિકીની જમીન માં પરવાનગી લીધા વિના 50 વાર એરીયા માં રૂમ ખડકી દબાણ કરતાં તેની વિરુદ્ધ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી.

બનાવ ની વિગત મુજબ એલઆઇસી એજન્ટ ઈબ્રાહીમ અલીમામદ પટેલ(મુસ્લિમ)(રહે-ઢીલા શેરી -મુન્દ્રા)એ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ તેની ઢીલા શેરી મધ્યે સીટી સર્વે નંબર 1974-75-76 વાળી જમીન આવેલી છે.તેને અડીને આવેલી જમીન માં ભાડુઆત તરીકે રહેતા દિલીપ ભવાન માલી (રહે-મુન્દ્રા)નામક યુવાને ઈબ્રાહીમ ની ખાનગી માલિકીની જમીનમાં વિના પરવાનગી એ ત્રણ માસ અગાઉ 50 વાર વિસ્તારમાં રૂમ ચણી નાખ્યો હતો.ઇબ્રાહિમ ને જાણ થતાં તેણે દબાણ હટાવાનું કહ્યું તો દિલીપે સ્પષ્ટ નનૈયો કરતા સમગ્ર મામલો પોલીસ દફ્તરે પહોંચ્યો હતો.અને ઈબ્રાહીમ ની ફરિયાદ પરથી મુન્દ્રા પોલીસે દિલીપ વિરુદ્ધ જમીન પચાવી પાડવા ની ધારા 4 (3) તથા 5 (સી) મુજબ ગુનો દર્જ કરી બનાવ સંબધિત તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...