તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:મુન્દ્રા પંથકમાં વરસાદ ખેંચાતા દુષ્કાળ જાહેર કરી પશુધનને સહાય આપો

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાની દસ પાંજરાપોળે મામલતદારને આવેદન પાઠવી સ્થિતિથી વાકેફ કર્યા

સમગ્ર કચ્છ જિલ્લા સાથે મુન્દ્રા તાલુકામાં પણ મેઘરાજા રિસામણે બેસતાં પંથકના કિસાનો સાથે પશુધનની હાલત પણ કફોડી થઇ છે ત્યારે ચોમેર જીવદયા ક્ષેત્રે અગ્રેસર રહેતી વિવિધ ગામોની દસ પાંજરાપોળોના પ્રતિનિધિઓએ મામલતદારને આવેદન પાઠવી દુષ્કળ જાહેર કરી પશુધનને સરકારી સહાય આપવાની માંગ કરી હતી.

લેખિત રજૂઆત કરતી વેળાએ સ્થાનિક મામલતદાર મુકેશભાઈ કતિરાને પરિસ્થિતીથી વાકેફ કરતા વિવિધ પાંજરાપોળના ટ્રસ્ટીઓએ હાલ વરસાદ ન પડતાં ચોમેર ઘાસચારાની અછત વર્તાઈ હોવાથી તેના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો હોવાની બાબત પર પ્રકાશ પાડ્યો હતો.વિશેષમાં તાલુકાની તમામ પાંજરાપોળો સરેરાશ બસો થી ચાર હજાર ગાયો,બળદ અને વાછરડાઓનું પાલન પોષણ કરતી હોવાથી તેમનો નિભાવ દુષ્કર બન્યો હોવાની લાગણી સાથે મુન્દ્રા પંથકમાં દુષ્કાળ જાહેર કરી સરકાર તરફથી ત્વરાએ ઘાસચારામાં સબસીડી જાહેર થાય તે અંગે સનિષ્ઠ પ્રયાસો કરવાની માંગ કરી હતી.આવેદન આપતી વેળાએ મુન્દ્રા પાંજરાપોળના ટ્રસ્ટી નવીનભાઈ મહેતા પ્રાગપર સ્થિત મહાવીર પશુરક્ષા કેન્દ્રના ગિરીશ નાગડા સાથે અન્ય દસ પાંજરાપોળના પ્રતિનિધિઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...