તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:મુન્દ્રામાં સંપૂર્ણ લોકડાઉન કરો અથવા રોજનું કમાઈ ખાનારાઓને ધંધો કરવા આપો

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વૈચ્છિક બંધ સંદર્ભે વિરોધનો સૂર વહેતો થયો
  • બપોર બાદ નાના ધંધાર્થીઓએ વ્યવસાય ચાલુ કરવાના શ્રીગણેશ કર્યા

સ્થાનિક વહિવટી તંત્ર અને સુધરાઈના પ્રયત્નોથી વેપારી એસોએ પ્રથમ તબક્કે પાંચ દિવસના સંપૂર્ણ અને અઠવાડિયું અડધો દિવસ લોકડાઉન જાહેર કર્યા બાદ ગત શુક્રવારે તેને વધુ પંદર દિવસ માટે લંબાવવાનો નિર્ણય કર્યો હતો.જેને બે દિવસ હકારાત્મક પ્રતિસાદ મળ્યા બાદ સોમવાર બપોરથી વ્યાપારિક લોકડાઉનને ગણકાર્યા વિના નાના ધંધાર્થીઓએ પોતાના રોજગાર રાબેતા મુજબ ચાલુ કરી સ્વૈચ્છિક લોકડાઉન સંદર્ભે વિરોધની લાગણી વહેતી કરી હતી.

સમગ્ર રાજ્યમાં જોવા મળી રહેલી માંગ કાં તો સરકાર સંપૂર્ણ લોકડાઉન જાહેર કરે અથવા રોજનું કમાઈ ખાનારાઓને ધંધો કરવા દે ના પડઘા ઔદ્યોગિક નગરીમાં પણ પડતા હોય તેમ બપોરથીજ અતિ વિકસિત બારોઇ રોડ,બસ સ્ટેન્ડ,આદર્શ ટાવર ,ઉમિયા નગર,હસનપીર બજાર,બકાલા માર્કેટ નજીક આવેલી ખાઉ ગલી સમેતના વિસ્તારોમાં નાના ધંધાર્થીઓએ પોતાના રોજગાર રાબેતા મુજબ ચાલુ કરી દીધા હતા.

દિવ્ય ભાસ્કરે તેમની લાગણી જાણવાનો પ્રયાસ કરતા સરકાર ફક્ત મોટા વેપારીઓની સહુલિયત જોઈ રહી હોવાનો આક્રોશ દર્શાવી રોજનું કમાઈ ખાનારાઓ અગર ધંધો નહિં કરે તો જાશે ક્યાં ?તેવું જણાવી યા તો સરકાર સંપૂર્ણપણે કાયદેસર લોકડાઉન જાહેર કરે અથવા અમને શાંતિથી ધંધો કરવા દે ના આંતર્નાદ સાથે સ્વૈચ્છિક લોકડાઉનને અધકચરો ગણાવી તેનો સ્પષ્ટ વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...