અભિવાદન:મુન્દ્રામાં જળસંચય વિષે વિચારોના આદાન પ્રદાન સાથે પાણીદાર કર્મવીરોનું અભિવાદન

મુન્દ્રા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી સંગ્રહ માટે કુવા તથા બોરવેલના જીવંત વીડિયોનું નિદર્શન કરી જળ દિન ઉજવાયો

મુન્દ્રા ખાતે જળ સંચય અંગે નિષ્ણાંતો દ્વારા વિચારો નું આદાન પ્રદાન કરી પાણીદાર કર્મવીરો ના અભિવાદન સાથે જળ દિન ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી.વિવિધ સંસ્થાઓ ના સંચાલકો,ભૂમિપુત્રો અગ્રણીઓ ની ઉપસ્થિતીમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજીત કાર્યક્રમ મધ્યે ભૂગર્ભ જળ અદ્રશ્ય ને દ્રશ્ય બનાવતા વુ સિદ્ધાંત કામ કરતા કર્મવીરો જળ વ્યવસ્થાપન યોગ્ય રીતે થાય તે સંદર્ભે સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

પોતાના વક્તવ્યમાં APSEZ ના ડાયરેક્ટર રક્ષિત શાહે જળ સંચય મામલે લોક ભાગીદારી થી મુન્દ્રા સમેત સમગ્ર કચ્છ ને આત્મનિર્ભર બનાવવા નું આહવાન કર્યું હતું.કચ્છ નવ નિર્માણ અભિયાનના પ્રમુખ દિપેશભાઈ એ પાણી ની સમસ્યા ને ઉકેલવા પ્રયત્નશીલ એવા કાંતિસેનભાઈ શ્રોફ ને યાદ કરી ભૂતકાળ ની ભૂલો ને સુધારી આગળ કદમ માંડવા ની લાગણી વ્યક્ત કરી હતી.તાંત્રિક માર્ગદર્શન આપતાં એરીડ કોમ્યુનિટિઝ એન્ડ ટેક્નોલોજી ના ડાયરેક્ટર યોગેશ જાડેજા એ વરસાદી પાણીના સંગ્રહ માટે હજી ઘણું કરવાનું બાકી હોવા પર ભાર મૂકી અટલ ભૂજલ યોજનાને વધુ ઉપયોગી બનાવવા હાકલ કરી હતી.

નાબાર્ડ ના ડીડી નીરજકુમાર સિંઘે કચ્છ માં નર્મદા નીર માટે બની રહેલી કેનાલ અંગે અવગત કરી ખેડૂતોને ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓ માં જોડાવા ની મહેચ્છા વ્યક્ત કરી હતી.અંતમાં પાણી સંગ્રહ ના જીવંત વિડીયો નું નિદર્શન કરી ધરતી પુત્રો ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું .કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના મહાનુભવો નું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...