તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરસભા:ગઢવી સમાજે વિડીયો વાયરલ કરી વિરોધ નોંધાવ્યો

મુન્દ્રા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કસ્ટોડિયલ ડેથ મુદ્દે એક હરફ સુદ્ધાં ન ઉચ્ચારાતા ગઢવી સમુદાય ખફા
 • ભુજપુરમાં કેન્દ્રીય મંત્રીની જાહેરસભા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ફોર્મ ભરાઈ ગયા બાદ ચોમેર પ્રચારના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી અેવા પરષોત્તમ રૂપાલા પ્રચાર અર્થે મુન્દ્રા દોડી અાવ્યા હતા. પરંતુ અહીં ગઢવી સમાજના બે લોકોના પોલીસ મથકમાં હત્યા કરવામાં અાવી હોવાથી લોકોમાં રોષ છે. તેવામાં ગઢવી સમુદાયનું વર્ચસ્વ ધરાવતી ભુજપર સીટ પરથી પ્રચાર કરનાર કેન્દ્રીય મંત્રીનો ગઢવી સમાજે વિડીયો વાયરલ કરી વિરોધ નોંધાવ્યો હતો.

કેન્દ્રીય રાજ્ય કૃષિ અને પંચાયતી રાજના મંત્રી રૂપાલાઅે બસ સ્ટેન્ડ વિસ્તાર નજીકથી જાહેર સભાને સંબોધતા પ્રથમ પાયાની સુવિધાઓ વિસરી મતદારો સમક્ષ પાર્ટીએ કરેલા આભાસી વિકાસકાર્યો પર પ્રકાશ પાડી પાર્ટીના ઉમેદવારને મત આપવા પર ભાર મુક્યો હતો. વિશેષમાં અત્રે નોંધવા લાયક બાબત એ છે કે હજુ કોરોના મહામારીએ સંપૂર્ણપણે લોકોનો કેડો મુક્યો નથી ત્યારે સામાન્ય માણસોને લાગુ પડતા તમામ નિયમો અભેરાઈએ મૂકી સત્તાપક્ષના હોદેદારો સામાજિક અંતરનો ધોરી ધરાર છેદ ઉડાડતા નજર આવ્યા હતા.

ઉપરાંત પુરષોતમ રૂપાલા મુન્દ્રા માંડવી વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખ વિશ્રામ ગઢવીએ માસ્ક પણ ધારણ કર્યું ન હતું. ચોંકાવનારી વાત અે છે કે ગઢવી સમુદાયની બહોળી વસ્તી ધરાવતા ભુજપર પટ્ટામાં પ્રચાર કરવા આવેલા પુરષોતમ રૂપાલાએ મુન્દ્રા કસ્ટોડિયલ ડેથને અનુલક્ષીને બે ગઢવી યુવાનોના મોત મુદ્દે સહાનુભૂતિનો હર્ફ સુધાં ન ઉચ્ચારતાં ગઢવી સમાજની લાગણી દુભાઈ હોવાનું સપાટીએ તરી આવ્યું હતું.

સમગ્ર મુદ્દે ગઢવી યુવાનોના પાણીની વિધી સંપન્ન કરતા સ્થળ પરથી વિડીયો વાઇરલ કરી અખિલ કચ્છ ચારણ સભાના પ્રમુખ વિજય ગઢવીએ ખેદની લાગણી વ્યક્ત કરી હતી. અને સત્તાપક્ષના જવાબદાર વ્યક્તિ તરીકે પાંચ કિમી દૂર સભા સંબોધતા રૂપાલા અકુદરતી રીતે મોતને ભેટેલા યુવાનોના પરિવારની ખબર અંતર પૂછવાનું ચુકી ઔપચારિકતા ભૂલ્યા હોવાનો આક્રોશ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો