ઠગાઈ:મુન્દ્રામાં અડધા ભાવે વેલ્ડિંગ રોડ આપવાનું કહી 5 લાખની ઠગાઈ

મુન્દ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાર્ટીને ડીલેવરી માટે રંગોલી ગેટ બોલાવી નાણાં લઇ બંન્ને આરોપી છુ

મુન્દ્રા માં બે દિવસ અગાઉ મધ્યાન ભોજન શાખામાં બોલેરો ગાડી લગાડી દેવાનું કહી ત્રણ લાખની ઠગાઈ થયાનો બનાવ હજી તાજો છે ત્યાં ફરી રાજકોટના યુવાનને અડધા ભાવે વેલ્ડિંગ રોડ આપવાની લાલચ આપી બે ચીટરો પાંચ લાખનો ચૂનો ચોપડી જતાં પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસ મથકેથી ભોગ બનનાર પ્રશાંત કિરીટભાઈ આશર (ભાટીયા)(ઉ.વ.32 રહે કાલાવાડ રોડ રાજકોટ)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ અઠવાડિયા અગાઉ 9/10ના રોજ બન્યો હતો.જેમાં રાજકોટ ખાતે ભાટિયા ટ્રેડર્સ નામક પેઢી ધરાવતા પ્રશાંત ને અશોકભાઈ ઉર્ફે મહેતા સાહેબ નામક ઈસમે મોબાઈલ પર પોતે મુન્દ્રા પોર્ટ ખાતે કામ કરતા હોવાનું કહી અડધા ભાવે વેલ્ડિંગ રોડ આપવાની લાલચ આપી હતી.

જે અંગે પ્રશાંત સંમત થતાં તેને રોકડ લઇ ડીલેવરી અર્થે પોર્ટ બહાર આવેલા રંગોલી ગેટ નજીક બોલાવ્યો હતો.પ્રશાંત પોતાના પિતા સાથે નિયત થયેલ પાંચ લાખ રૂ રોકડ લઈને સ્થળ પર પહોંચ્યો હતો.જ્યાં અશોકભાઈ ઉર્ફે મહેતા સાહેબ અને અરવિંદભાઈ નામક ગઠિયાઓએ પ્રથમ રોકડ પર કબ્જો કરી તમે અહીં ઉભો હું અંદરથી માલ મોકલાવું છું કહીને હવા માં ઓગળી ગયા હતા.

ત્યાર બાદ ઘણી વાર રાહ જોયા પછી પણ બંન્ને ઈસમો પરત ન થતાં પ્રશાંત ને છેતરાઈ ગયાનો અહેસાસ થયો હતો.પ્રથમ બન્ને ચીટરોની શોધખોળ ને અંતે તેણે મુન્દ્રા પોલીસ મથકે પહોંચી પોલીસનું શરણ લીધું હતું.બનાવને પગલે મુન્દ્રા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત ની આઇપીસી ધારા તળે ગુનો દર્જ કરી બનાવ સંબધિત તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...