મુન્દ્રા પોર્ટ પર અજાણ્યા વેપારીઓને સસ્તા ભાવે ભંગાર અપાવવાના બહાને ઠગાઈ ના કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવતા રહે છે ગત દિને બનેલ એક કિસ્સા માં પણ સસ્તા ભાવે ભંગાર આપવાની લાલચ આપી સાટા કરાર ના આધારે મોરબીના બે ઠગોએ અમરેલીના વેપારી પાસેથી ચાર લાખ રૂ ધૂતી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે.
પોલીસ દફતરેથી સ્ક્રેપના વેપારી તુષારભાઈ હરિભાઈ ધોરાજીયા (ઉ.વ.48 રહે વિવેકાનંદ નગર-મોટા લીલીયા.અમરેલી)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ 19/1ના રોજ ધ્રબ જીઆઇડીસી માં બન્યો હતો.જેમાં સચીનકુમાર રાજેશભાઈ પોમલ (રહે સુથાર શેરી-મોરબી)તથા કમલેશ જગજીવનભાઇ સિંધલ (રહે મોરબી)નામક બે ઈસમોએ તુષારભાઈ ને વિશ્વાસમાં લઇ 85 રૂ પ્રતિ ગ્રામ 150 ટન ભંગાર આપવાની લાલચ આપી હતી અને તેના પૈકી ચાર લાખ રૂ લઇ સાટાકરાર પણ બનાવ્યા હતા.પરંતુ આજ પર્યંત સ્ક્રેપ અથવા રૂપિયા કશું પરત ન કરતા તુષારભાઈ સ્થાનિક પોલીસ મથક ના દ્વાર ખખડાવ્યા હતા.મુન્દ્રા પોલીસે બંન્ને આરોપીઓ વિરુદ્ધ ઘટના સંબધિત તપાસ હાથ ધરી છે.
બે દિવસ પહેલાં બંન્ને આરોપીઓ વિરુદ્ધ પાલનપુરમાં પણ છેતરપિંડી નો ગુનો નોંધાયો
ઉપરોક્ત બનાવ અનુસંધાને બંન્ને ઠગો તુષારભાઈ ને સમાધાન કરી પૈસા પરત કરવાનો સતત વાયદો કરતા રહ્યા હતા.પરંતુ બે દિવસ અગાઉ બંન્ને વિરુદ્ધ પાલનપુરમાં પણ છેતરપિંડી નો ગુનો નોંધાતા તેઓ રીઢા ચીટર હોવાનું સ્પષ્ટ થયું હતું.જેથી મુન્દ્રા પોલીસે પણ તેમની વિરુદ્ધ 420 ની ધારા તળે ગુનો દર્જ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.