જાહેરનામાં ભંગ:મુન્દ્રા દરિયાઇ સીમામાં ગેરકાયદે પ્રવેશનાર સિક્કાના ચાર માછીમાર બોટ સાથે ઝડપાયા

મુન્દ્રા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત મત્સ્યોદ્યોગના કાયદા તળે જાહેરનામાં ભંગનો ગુનો નોંધાયો

મુન્દ્રાના દરિયાઈ વિસ્તારમાં સગીર વયના કિશોર સાથે ગેરકાયદેસર પાસ પરમીટ તથા રજીસ્ટ્રેશન વિના માછીમારી કરતાં સિક્કાના ચાર યુવાનોને મરીન પોલીસે દોઢ લાખની બોટ સાથે દબોચી લીધા હતા.

મુન્દ્રાના કોસ્ટલ પોલીસ મથકેથી પ્રાપ્ત અહેવાલ મુજબ 16/11 ની સવારે દસ વાગ્યાના સમયગાળા દરમ્યાન અદાણી પોર્ટ તરફના દરિયાયી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી મરીન પોલીસે જામનગરના સિક્કા તરફથી આવી રહેલી રજીસ્ટર નંબર વિનાની ગુલાબશા નામક બોટને અટકાવી તેની જાંચ પડતાલ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટ ને પોતાની ગતિવિધિની કોઈ પણ જાણ કર્યા વિના ગેરકાયેસર માછીમારી કરતા સગીર વયના કિશોર સાથે આમદ અબ્દુલ સુંભણીયા (ઉ.વ.35) ઈરફાન ઈબ્રાહીમ સંઘાર (ઉ.વ.30) હાજી આમદ સુંભણીયા (ઉ.વ.19 રહે સર્વે નાંગાણી સરમત વિસ્તાર,સિક્કા- જામનગર) સમેત ચાર યુવાનો મળી આવ્યા હતા. બનાવને પગલે કોસ્ટલ પોલીસે ચારે માછીમારો વિરુદ્ધ ગુજરાત મત્સ્ય ની ધારા તળે ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...