તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છના પાડોશી પાટણ જિલ્લામાં સોમવારે બપોરે 12 વાગ્યાથી ટોલ બૂથ પર ફાસ્ટેગ મુજબ ટોલ વસૂલવાનું શરૂ કરાતાં કચ્છ તરફ આવતા અને બહાર જતા વાહનો પૈકીના કેટલાકમાં ટેગ ન હોતાં બેવડો ટોલ ભરવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ સામખિયાળી. સુરજબારી, માખેલમાં સોમવારના રાત્રે 12 વાગ્યાથી જ્યારે મુન્દ્રા તાલુકાના મોખા પ્લાઝા પર બપોરે 12 વાગ્યાથી ટોલ વસૂલીના નવા નિયમો અમલી બનાવાયા હતા.
કચ્છને અમદાવાદ તેમજ રાજકોટથી જોડતા સામખિયાળી અને સુરજબારી ટોલ પ્લાઝા સોમવારના રાત્રે 12 વાગ્યાથી કેશલેસ બન્યા હતા. સામખિયાળી ટોલ પ્લાઝા પર તમા 18 બુથ અને સુરજબારી ટોલના પણ 10 બુથ પર વાહનોમાં ફાસ્ટેટ મુજબ ટોલ વસૂલી શરૂ કરાઇ હતી અને જો કોઈ વાહન ફાસ્ટેગ વગર નીકળે તો ડબલ ટોલ ટેક્સ લેવાયો હતો. કચ્છને ઉત્તર ગુજરાતથી જોડતા માખેલ ટોલ નાકા પર પણ સોમવારે રાત્રિના 12 વાગ્યાથી ફાસ્ટેગ પર વેરો વસૂલાતનો આરંભ કરાયો હતો.
મુન્દ્રા તાલુકાના મોખા સ્થિત ટોલ નાકે બપોરે 12 વાગ્યાથી નવા નિયમનો અમલ કરાયો હતો. ફાસ્ટ ટેગ વગરની ગાડીઓને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો અને ટેગ લગાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી વાહનોને રવાના કરાયા હતા. પ્રાપ્ત માહિતી દિવસ દરમિયાન 18 વાહનોમા ટેગ લગાવાયા હતા.
વારાહી ટોલ પર પક્ષપાતી વલણના આક્ષેપ
કચ્છથી ઉત્તર ગુજરાત જતા અને આવતા વાહનો માટે પાડોશી પાટણ જિલ્લાના વારાહી ટોલ પ્લાઝા પર પક્ષપાત ભર્યું વલણ અપનાવાયું હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. કેટલાક વાહન ચાલકોના કહેવા મુજબ જીજે-12 પાસિંગના વાહનોમાં ટેગ ન હોય તો બેવડો ટેક્સ વસૂલાયો હતો જ્યારે લાગતા વળગતાઓ માટે આંખ આડા કાન કરાયા હતા પરિણામે ક્યારેક ટોલ પર ફરજ બજાવતા સુરક્ષા કર્મી સાથે જીભાજોડીના દ્રશ્યો પણ સર્જાયા હતા.
ટોલ પ્લાઝા પર નવા નિયમ વિશે જાગૃતિ ફેલાવાઇ
સામખિયાળી ટોલ પ્લાંઝા પર 200 જેટલાં વાહન માલિકોએ ફાસ્ટેગ લગાવ્યા હતા જ્યારે સુરજબારી ટોલ પર 80 જેટલાં વાહનોમાં ફાસ્ટેગ લગાવાયા હતા. ટોલ પ્લાઝા પર છેલ્લા એક મહિના થી વાહન ચાલકોને નવા નિયમ વિશે જાગૃત કરવા માટે લાઉડ સ્પીકરમાં ફાસ્ટેગના ગીતો વગાડીને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.