મેઘ મહેર:મુન્દ્રા પંથકમાં વધુ સાડા પાંચ ઇંચ, કેવડીનો કોઝવે મરંત વેળાએજ ધોવાઇ ગયો

મુન્દ્રાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રામાં પરોઢીએથી ચાર વાગ્યથી રાત્રી સુધી સાડા પાંચ ઇંચ પાણી વરસી ગયું હતું. રાત્રી સુધી મૌસમનો કુલ વરસાદ 1257 મી.મી. નોંધાઇ ગયો હતો. રાત્રે પણ વરસાદ ચાલુ હતો.

ગ્રામ્ય વિસ્તારો પ્રથમ વખત નગરથી પાછળ રહ્યા હોવાનું પ્રાથમીક તારણ સપાટીએ તરી આવ્યું હતું
વહેલી સવારે ધીમી ધારે શરૂઆત કરનાર મેહૂલીયાએ દસ વાગ્યાથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા બાર વાગ્યા સુધી બે કલાકના ગાળામાં ત્રણ ઇંચ પાણી વરસી જતા નગરના નીચાણવાળા વિસ્તારો આંબેડકર નગર, ગુર્જરવાસ, ઓસવાળ શેરી, મચ્છીપીઠ વગેરેમાં પાણીએ ઘરોના ઉંબરા સુધી દસ્તક દીધી હતી .જયારે આદર્શ ટાવર અને તાલુકા પંચાયત પાસેના છેલ્લા વહી નીકળતા તેમાંથી પસાર થયેલા અનેક દ્વિચક્રી વાહનોના સાયલૅન્સરમાં પાણી ભરાયું હતું. જયારે ગ્રામ્ય વિસ્તારો પ્રથમ વખત નગરથી પાછળ રહ્યા હોવાનું પ્રાથમીક તારણ સપાટીએ તરી આવ્યું હતું .વડાલા ભદ્રેશ્વર લૂણી ગુંદાલા સાડાઉ કુકડસર વગેરે પટ્ટામાં દોઢથી બે ઇંચ અને બેરાજા બાબીયા કારાઘોઘા, પ્રાગપર, બરાયા, સમાઘોઘા, ઝરપરા, ભુજપર, દેશલપર, બોરાણા વગેરે વિસ્તારમાં સરેરાશ બે થી ત્રણ ઇંચ વરસાદના વાવડ પ્રાપ્ત થયા હતા .

ભુજપર સ્થિત અંબેમાંના મંદિર પર વીજળી ત્રાટકી
મુન્દ્રા તાલુકામાં ભારે વરસાદના પગલે ભુજપર સ્થિત અંબેમાંના મંદિર પર વીજળી ત્રાટકી હોવાના અહેવાલ સાંપડ્યા હતા.પ્રાપ્ત માહિતી મુજબ વહેલી સવારે ભારે ગાજવીજ સાથે થયેલી મેઘવર્ષા દરમ્યાન સવારે 9.30ના સમયગાળામાં મંદિર પર વીજળી ત્રાટકતા મંદિરના ગુંબજ હવામાં ઉડીને રસ્તા પર ફંગોડાયા હતા.પરંતુ સદભાગ્યથી કોઈ વિશેષ હાની થઈ ન હતી

કેવડી નદીના કોઝવે પર વાહન નિષેધ
બે દિવસ વરસાદે પોરો ખાતા પીડબ્લ્યુડી દ્વારા કેવડી નદીના કોઝવે ની મરમ્મત હાથ ધરાઈ હતી .પરંતુ ફરી વહેલી સવારેથી મેઘસવારીનું આગમન થતા પાપડી પર પાણી વહી નીકળવાના પગલે પ્રશાશન દ્વારા નદીના બન્ને છેડે બેરીયર મૂકી વાહનોને પ્રવેશ નિષેધ ફરમાવવામાં આવ્યો હતો.જેથી પોર્ટ તરફ જતા વાહનોને વાયા મરીન પોલીસ સ્ટેશનના માર્ગેથી બે કિમી ફેરો ખાવાની ફરજ પડી હતી.જયારે ભુજ તરફ જતી બસોને વાયા ભોરારા થઇ જવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...