તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાવ ઉઠી:ભદ્રેશ્વરની અનસર્વડ જમીન પર સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝના દબાણથી માછીમારો ખફા

મુન્દ્રા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પગડીયાઓનો રસ્તો અવરોધાતાં આજીવિકા પર અસર થતી હોવાની રાવ ઉઠી

મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર મુકામે અનસર્વડ જમીન પર સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝે દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે તેના થકી આજીવિકા પ્રભાવિત થતી હોવાની લાગણી પ્રદર્શિત કરી લુણીં અને ભદ્રેશ્વરના માછીમારોએ સંબધિત ખાતાઓ સમક્ષ અનધિકૃત દબાણ હટાવવાની માંગ કરી છે.

મુન્દ્રા તાલુકા પંચાયતના વિપક્ષી સદસ્ય અલ્તાફ રેલીયાએ લુણી અને ભદ્રેશ્વરના માછીમારોની સહી સાથે જિલ્લા સમાહર્તા સમક્ષ કરેલી રજુઆતમાં સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝનો નામ જોગ ઉદ્યોગ કરી તેણે મીઠું પકાવવા પાસ થયેલી દરિયાયી અનસર્વડ જમીન સર્વે ન 325 પૈકી લાગુની જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

અને તેના થકી લુણી અને ભદ્રેશ્વરના પગડીયા માછીમારોનો માર્ગ બંધ થતાં તેમની રોજી રોટી પર માઠી અસર થઇ હોવાની લાગણી દર્શાવી છે.વિશેષમાં હાલ 2020માં રાજ્યસરકારે ભૂમાફિયાઓ વિરુદ્ધ જાહેર કરેલા લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ લીઝ ઉપરાંતની જમીનની સમીક્ષા કરી જવાબદારો સામે તેના હેઠળ કાર્યવાહી કરી માછીમાર સમુદાયને આર્થિક નુકસાની થી બચાવવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...