તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠકમાં નિર્ણય:મોખા ટોલનાકાને જોડતા માર્ગોની પ્રથમ મરંમત કરો પછી ટોલ વધારો

મુન્દ્રા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મુન્દ્રામા પ્રાંત અધિકારીની મધ્યસ્થી હેઠળ પરિવહનકારો અને નેશનલ હાઈવેના અધિકારીઓની બેઠક મળી

મુન્દ્રા તાલુકાના મોખા સ્થિત ટોલનાકે ગત રાત્રે ટોલદરમાં તોતિંગ ભાવ વધારો ઝીંકાતા ગિન્નાયેલા પરિવહનકારોએ તમામ યાતાયાત ઠપ્પ કર્યો હતો જેની ફળશ્રુતિ રૂપે શુક્રવારે મુન્દ્રા માંડવીના પ્રાંત અધિકારીની મધ્યસ્થી હેઠળ ટ્રાન્સપોર્ટરો અને હાઇવે ઓથોરિટીના સક્ષમ અધિકારીઓની બેઠક મળી હતી જેમાં હાજર રહેલા સર્વે વાહનધારકોએ એકસૂરે દરમાં રાહત આપવાની માંગ કરી હતી.

મુન્દ્રાની પ્રાંત કચેરી ખાતે સવારે મળેલી બેઠકમાં નેશનલ હાઇવે ઓથોરિટીએ પ્રથમ પોતાની ક્ષતિઓની પૂર્તિ કર્યા પહેલા ટોલના દરમાં 26 ટકા જેટલો તોતિંગ વધારો કર્યા મુદ્દે પરિવહનકારોએ અનેક સવાલો ઉઠાવ્યા હતા તથા કેન્દ્રમાંથી 30 તારીખના ભાવવધારાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવા છતાં તેમને મહોલત આપ્યા વિના રાતોરાત ટોલ વધારો કરવા સબબ આક્રોશ વ્યક્ત કરી અકસ્માત ઝોન બનેલા મોખાથી જબલપુર, ભુજપુર, ખેડોઇ, ગળપાદરના જર્જરિત માર્ગોની સુધારણા બાદ ટોલ વધારો કરવાની માંગ કરી હતી.

ટ્રાન્સપોર્ટરોની માંગોને પગલે પ્રાંત અધિકારી ચૌધરીએ સકારાત્મક નિરાકરણ લાવવાની તાકીદ કરતા તેના પ્રત્યુત્તરમાં નેશનલ હાઇવે ઓથોરિટીના ડીજીએમ અબ્દુલ કાદરીએ કેન્દ્ર સ્તરે દરખાસ્ત મૂકી ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું. કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ એસો.ના વાઇસ પ્રેસિડન્ટ પ્રકાશચંદ્ર મિશ્રા, સેક્રેટરી ભગીરથસિંહ જાડેજા,અનિલ ખોના,સંજય નાથાની,રાજેશ માધવી સહિતના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છના વાહનોના ટોલમાં માત્ર 5 ટકા વધારો કરવાની પ્રબળ માંગ
હાલ જયારે નેશનલ હાઇવે ઓથોરિટીના માર્ગ વપરાશકારો માટે 26 ટકા જેટલો ભારે ભાવ વધારો કરાયો છે જેના સંદર્ભે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ જેમ સામખિયાળી ટોલ નાકે જીજે-12 પાસિંગ કચ્છની ગાડીઓને દરમાં રાહત આપવામાં આવે છે તેને અનુસરીને મોખા બૂથ પર જિલ્લાના વાહનો માટે ફક્ત 5 ટકા ભાવ વધારો અમલી કરવાની પ્રબળ માંગ કરાઇ હતી.

ગુજરાત બહાર જતી વખતે ત્રણ જગ્યાએ ટોલ ચૂકવવો પડે છે
બેઠકમાં મુખ્ય મુદ્દા તરીકે હાલ કોરોના કાળ દરમ્યાન ટ્રાન્સપોર્ટરો ધંધામાં કમરતોડ ફટકો પડ્યો હોવાની લાગણી સાથે કચ્છની ગાડીઓને ગુજરાત બહાર જતાં ત્રણ જગ્યાએ ટોલ ભરવો પડતો હોવા બાબત પર પ્રકાશ પાડી આવો અધમ કોઈ રાજ્યમાં નથી તેમ જણાવતાં પરિવહનકારોનો અવાજ કેન્દ્ર સુધી પહોંચાડવા પર ભાર મુકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો