બેદરકારી:મુન્દ્રાના બંદર રોડ સ્થિત ઇમારતમાંથી પોપડા ખરતાં રાહદારીઓમાં ભય ફેલાયો

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાટિયા ચોકનું જર્જરિત મકાન ખતરાની આલબેલ વગાડી ચુક્યા છતાં સુધરાઈ ની આળસ ઉડતી નથી

મુન્દ્રા ના ભાટિયા ચોક મધ્યે કતાર બંધ જર્જરિત ઇમારતો પૈકી એક માંથી કાટમાળ ખરતાં લોકોમાં નાસભાગ થઇ હોવાના બનાવ ને હજી એક માસ નથી વીત્યો ત્યાં હવે બંદર રોડ સ્થિત ખસ્તા ઇમારત ની અડધી ગેલેરી રોડ પર પટકાતાં રાહદારીઓમાં ભય ફેલાયો હતો.ત્યારે ફરી એક વાર ખતરા ની આલબેલ વાગી ચુક્યા છતાં સુધરાઈ જાણે મોટી હોનારત સર્જાવાની રાહ જોઈ રહી હોય તેમ આળસ મરડતી હોવાનું જોવા મળ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ નગરના બંદર રોડ ખાતે તેછી ચોકથી શાસ્ત્રી મેદાનવાળા નાકા સુધી મોટા પ્રમાણમાં જર્જરિત ઇમારતો આવેલી છે.જેમને ગ્રામપંચાયત ના શાસનકાળ વેળાએ સ્વેછાએ ખસ્તા કાટમાળ દૂર કરવાની નોટિસ ફટકારાઇ હતી.પછી સુધરાઈનું શાસન લાગુ પડ્યા બાદ હવામાં જુલતી ભાટિયાચોક સ્થિત ઈમારતનો કાટમાળ ખર્યો હતો.

છતાં સુધરાઈના શાસકો ઉંઘતા રહેતાં હવે બંદર રોડ સ્થિત મકાનની ગેલરી રસ્તા પર ઘસી પડતાં રાહદારીઓમાં ફફડાટ ફેલાયો છે.અત્રે નોંધનીય છે કે કોટ અંદરના વિસ્તારમાં રહેતા આમ નાગરિકો સિવાય છાત્રો ને સીકેએમ કન્યા વિદ્યાલય,આર ડી હાઈસ્કૂલ તથા પીટીસી કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાનો સુધી જવા સૂચિત માર્ગ પરથી પસાર થવું પડે છે.ત્યારે આવા સુમસાન ખંડેરો ને સુરક્ષિત કરવાની દિશામાં કોઈ નક્કર કામગીરી થાય તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...