રોજગારીની તકો ઉભી થશે:મુન્દ્રા પાલિકામાં 120 જગ્યાઓ પર મહેકમ મંજુર થવાની તૈયારી

મુન્દ્રા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુધરાઈના સત્તાધીશો ગાંધીનગરમાં સંલગ્ન ખાતાઓમાં રજુઆત કરવા પહોંચ્યા

મુન્દ્રા બારોઇ ને સંયુક્ત પણે નગરપાલિકા નો દરજ્જો મળ્યા બાદ પણ સુધરાઈ નું સંચાલન પૂર્વ ગ્રામપંચાયતના જુના સ્ટાફ પર આધારિત હોવાથી વધારાના મહેકમની માંગ ઉભી થઇ હતી.જે સબબ સુધરાઈના સત્તાધીશોએ ગાંધીનગર ખાતે જઈ સંલગ્ન ખાતાઓમાં રૂબરૂ રજૂઆત કરતાં હાલ કર્મચારીઓની નિમણુંક સાથે સ્થાનિક રોજગારી માટે વિપુલ તકો નિર્માણ થઇ હોવાના અહેવાલ સાંપડ્યા છે.

ઉપરોક્ત ગતિવિધી અંગે માહિતગાર કરતાં સુધરાઈ પ્રમુખ કિશોરસિંહ પરમારે હવે પાલિકાની વહિવટી પ્રક્રિયા માટે નવા સ્ટાફ ની જરૂર પડી હોવાથી માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ સુધરાઈ ના પ્રતિનિધી મંડળે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશનના ડે કમિશ્નર એમ એમ પટેલ ને રૂબરૂ મળી મહેકમ સંબધિત રજૂઆત કરી હતી.જેના પ્રત્યુત્તર માં તેમણે ટૂંક સમયમાં સફાઈ,આરોગ્ય,પાણી પુરવઠા,ઈલેક્ટ્રીસિટી સમેતના વિવિધ ખાતાઓ માટે 120 નું મહેકમ ફાળવવાની ખાત્રી ઉચ્ચારી હોવાનું જણાવ્યું હતું.જેથી હવે સુધરાઈમાં વહિવટી સરળતા સાથે તાલુકામાં પણ રોજગારી ની તકો ઉભી થશે.

નવા મહેકમમાં સ્થાનિકોને પ્રાથમિકતા આપવાની માંગ ઉઠી હતી
અગાઉ મળેલી સુધરાઈની સામાન્ય સભામાં રોજગાર અર્થે સ્થાનિકોને પ્રાધાન્ય આપવા પર ભાર મુકાયો હતો.ત્યારે કારોબારી ચેરમેન ડાયાલાલ આહીરે આ અંગે એક સમિતિ ની રચના કરાઈ હોવા બાબત પર પ્રકાશ પાડી તેના દ્વારા તાલુકાના સક્ષમ યુવાનોની ગુણ ના આધારે નિમણુંક કરી પ્રથમ તેમને તક આપવાની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...