તાલીમ:મુન્દ્રામાં માછીમાર સમુદાયને સક્ષમ બનાવવા રોજગારલક્ષી તાલીમ શરૂ

મુન્દ્રા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છી ભાષામાં પ્રશિક્ષણ થકી સાગરખેડુઓને કાર્યકુશળતા પ્રદાન કરવાનો અનોખો પ્રયાસ

મુન્દ્રા ખાતે રાષ્ટ્રીય યુવા દિન નિમિતે માછીમાર પરિવારોના ઉત્થાન માટે ફરી એક વાર અદાણી ફાઉન્ડેશન દ્વારા ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેમાં માછીમાર સમુદાયની ચાર વસાહતો જુના બંદર,શેખડીયા,ઝરપરા અને નવીનાળ ના ધોરણ પાંચ થી ઉચ્ચ અભ્યાસ કરી ચૂકેલા 18 થી 35 વર્ષના 51 યુવાનોને 70 દિવસની રોજગારલક્ષી તાલીમ અપાશે. પ્રારંભિક તબક્કે ઇલેક્ટ્રીક,સેન્ટરીંગ અને કડિયાકામની તાલીમને સ્ટાર્ટ અપાયો હતો.

તાલીમાર્થીઓને યુનિફોર્મ,સેફટી બુટ,હેલ્મેટ,મોજા સહિતની સુવિધા પુરી પાડવામાં આવી હતી. વર્ચુઅલી જોડાયેલા અદાણી ફાઉન્ડેશનના ચેર પર્સન પ્રીતિબેન અદાણી ને તાલીમાર્થીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.રક્ષિતભાઈ શાહે પોતાના લક્ષ્યને સાધવામાં માહિર માછીમાર યુવાનો પોતાનામાં રહેલી શક્તિમાં થોડી આવડત ઉમેરી પોતાના જીવનમાં બદલાવ લાવે તે આશા વ્યક્ત કરી હતી. જતીન ત્રિવેદીએ આયોજનને પોતાની મોટી ઉપલબ્ધી ગણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...