તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:મુન્દ્રા ST ડેપોમાં ડ્રાઈવર કંડક્ટર વર્કશોપ સ્ટાફની ઘટ દૂર કરો

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રા કોંગ્રેસના શહેર પ્રમુખે ઉચ્ચ સ્તરે રજુઆત કરી

મુન્દ્રાના એસટી ડેપો મધ્યે છેલ્લા કેટલાય માસથી ડ્રાઈવર,કંડકટર અને વર્કશોપ માં કર્મચારીઓની ઘટ બોલતી હોવાથી તેની તાત્કાલિક ધોરણે પૂર્તિ કરવાની માંગ ઉઠી છે.

મુન્દ્રા શહેર કોંગ્રેસના પ્રમુખ કપિલ કેસરીયાએ પ્રદેશ સ્તરે કરેલી લેખિત માંગ માં 37 શિડ્યુઅલ ધરાવતા સ્થાનિક એસટી ડેપોમાં 63 કંડક્ટર તથા ડ્રાઈવરોનું મહેકમ મંજુર થયું હોવાની બાબત પર પ્રકાશ પાડી છેલ્લા કેટલાય સમયથી 16 કંડકટર અને 15 ડ્રાઇવરની ઘટ હોવાથી ડેપોનો વિકાસ રૂંધાવા સાથે સંચાલન દુષ્કર બન્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.ઉપરાંત વિભાગીય સ્તરે ઘટ હોઈ શકે તેવું માની વચગાળાના પગલામાં ઘટને તમામ ડેપો વચ્ચે ટકાવારીના દ્રષ્ટિકોણથી સંતુલિત કરી વધુ ઘટ ધરાવતા મુન્દ્રા ડેપોના હવાલે કરવાની લાગણી દર્શાવી છે.તેમજ વર્કશોપ વિભાગની સ્થિતી પણ દારુણ હોવાનું ટાંકી આર્ટ-એ માં શૂન્ય સ્ટાફ,આર્ટ સી ત્રણ જગ્યા ખાલી,ટાયર,બોડી ફીટર,ઈલેક્ટ્રીશિયન,વેલ્ડરની જગ્યાઓ ભરાતી ન હોવાનો આક્રોશ ઠાલવી સિમિત સ્ટાફથી થતી મરમ્મત જોખમ સર્જી શકવાની ભીતિ વ્યક્ત કરી છે.વિશેષમાં એપ્રેન્ટિસની ફાળવણી પ્રત્યે પણ દુર્લક્ષ સેવાતું હોવાનો આક્ષેપ કરી ઓરમાયું વર્તન દાખવવાને બદલે ઔદ્યોગિક રીતે વિકસિત નગરની એસટી સેવાઓના નિયમિત સંચાલન માટે સ્ટાફની ઘટ પૂરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...