તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુન્દ્રા તાલુકાના નાના કપાયા સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજારનો શ્યામ પ્રસાદ રૂર્બન મિશન અંતર્ગત વિકાસ કરવાની ટીડીઓ સમક્ષ લેખિત રજૂઆત એપીએમસી માર્કેટના સત્તાધીશોએ કરી છે. માર્કેટ યાર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજાએ સૂચિત યાર્ડ શ્યામા પ્રસાદ રૂર્બન મિશન અંતર્ગત ફેઝ -3માં સમાવેશ પામેલા નાના કપાયા મુકામેના દાયરામાં આવતો હોઈ તેનો આધુનિક પણે વિકાસ અત્યંત આવશ્યક હોવા બાબત પર ભાર મુક્યો છે.ઉપરાંત યાર્ડ સાથે સંકળાયેલા તાલુકાના વિવિધ ગામોના કિસાનો અને વેપારીઓ જ્યાં પોતાની ઉત્પાદીત ખેત પેદાશો વેંચાણ અને સંગ્રહ માટે લઇ આવતા હોવાથી અહીં વેરહાઉસની તાતી જરૂરીયાત હોવા પર પ્રકાશ પાડ્યો છે.
જે ઉપલબ્ધ થવાની ખેડૂતો પેદાશોનો સંગ્રહ સોર્ટીંગ,ગ્રેડીંગ,પેકેજીંગ વગેરે પ્રક્રીયાઓ સરળતાથી કરી જણસોની પૂરું વળતર મેળવી શકશે અને ગ્રામીણ ભારતનો આર્થિક વિકાસ વેગ પકડવાની લાગણી દર્શાવી છે.ઉપરાંત તેનાથી વેપારીઓ છૂટક મજૂરો અને પરિવહનકારોને પીઠબળ મળશેનો ઉલ્લેખ કરી વિચારદાયી અભિગમ કેળવવાની માંગ કરી છે.
યોજના અંતર્ગત 287.54 લાખના વિકાસકામો માટે પ્લાન એસ્ટીમેટ રજૂ કર્યા
ઉપરોક્ત રજૂઆત સાથે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા 287.54લાખના વિકાસ કામોના પ્લાન એસ્ટીમેન્ટ રજુ કરાયા છે.જેમાં વેચાણ અને પ્રદર્શન સેન્ટર માટે 66.37 શેડ 66.37 પરીક્ષણ લેબ 22.03 ફાર્મર શેડ 66.37 અને અન્ય ગોડાઉન માટે 66.37 લાખનો સમાવેશ કરી યોજનાને મંજૂરી આપવા અનુરોધ કર્યો છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.