અટકાયત:મુન્દ્રામાં 2.84 લાખની કેમિકલ ચોરીમાં ત્રિપુટી બાદ વધુ એક યુવાનની અટકાયત

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પકડમાં આવેલા ત્રણ આરોપીની રિમાન્ડ દરમ્યાન પૂછતાછ વેળાએ ચોથા શખ્સનું મદદગારીમાં નામ ખુલ્યું

મુન્દ્રા મુકામે 2/9ના રોજ યુનિયન બેંક પાછળ આવેલા ગોડાઉનમાંથી 2.84 લાખના મિથાઇલ કેમિકલના બોક્સ તથા ટીનની ચોરી કરનાર ત્રણ તસ્કરોને પોલીસે દબોચી લઇ અદાલતમાં રજુ કરી રિમાન્ડની માંગ કરી હતી.જેને અદાલતે ગ્રાહ રાખી એક દિવસના રિમાન્ડ મંજુર કરતાં આરોપીઓની પૂછતાછ દરમ્યાન તેમણે ચોરી પૈકી કેમિકલની સાત પેટી અન્ય એક યુવાનને વેંચી હોવાની કેફિયત આપતાં પોલીસે ચોથા આરોપી યુવાનની અટક કરી હતી.

ઘટના સંદર્ભે માહિતગાર કરતાં મુન્દ્રાના પોલીસ ઇન્સ્પેક્ટર મિતેષ બારોટે અગાઉ ગત દિને પકડાયેલા ત્રણ આરોપીઓ મયુર રામજી ગોહિલ,જયેશ રામજી મહેશ્વરી તથા રાજેશ ઉર્ફે રામ રામજી મહેશ્વરીને બે દિવસ અગાઉ 2.84 લાખની કેમિકલ ચોરીના ગુનામાં બાતમીદારોની ટિપ્સથી કોલ ડીટેલના આધારે ઝડપી લીધા બાદ મેળવેલા રિમાન્ડ દરમ્યાન તેમણે સાત કેમિકલની પેટી મુન્દ્રા ખાતે રહેતા જગદીશ બુધ્ધાભાઈ આયડીને વેંચી હોવાની કેફિયત આપતાં તેના આધાર પર મદદગારીના ગુનામાં ગત મોડી રાત્રે જગદીશની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...