કાર્યવાહી:અદાણી પોર્ટમાં ચક્કાજામ કરવા નીકળેલા 12 ની અટકાયત

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જી.કે. જનરલ હોસ્પિટલમાં મુખ્ય તબીબની નિયુક્તિ મુદ્દે યુવાનોએ ઉચ્ચારી હતી ચીમકી

ભુજમાં આવેલી અદાણી સંચાલિત મુખ્ય જિલ્લા સરકારી હોસ્પિટલ જી.કે. જનરલમાં મુખ્ય તબીબની નિયુક્તિ મુદ્દે ચળવળ પર ઉતરેલા બહુજન આર્મીના યુવાનો પૈકી મુન્દ્રાના અદાણી પોર્ટ પર ચક્કાજામ કરવા નીકળેલા 12 યુવાનોની મરીન પોલીસે સ્થળ પર પહોંચે તે પહેલાં અટકાયત કરી સાંજે છોડી મુક્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોના અભાવે દર્દીની ઝીંદગી ઝોખમાતી હોવા મુદ્દે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆએ હોસ્પિટલના સંચાલન સામે આંદોલન છેડ્યું હતું. જેનો સકારાત્મક પ્રતિસાદ ન મળતાં તેઓએ ટેકેદારો સાથે મુન્દ્રા અદાણી પોર્ટના ગેટ પર દેખાવો કરવાનું એલાન કર્યું હતું. અને તેને અનુલક્ષીને મુન્દ્રા પોર્ટના રંગોલી ગેટ નજીક પહોંચવા નીકળેલા લખન ધુઆ સમેત 12 યુવાનોની મુન્દ્રા મરીન પોલીસે ધ્રબના રાસાપીર સર્કલ પાસેથી અટકાયત કરી લીધી હતી. જેથી પોર્ટમાં ચક્કાજામનો કાર્યક્રમ થઇ શક્યો ન હતો. પોલીસે અટકાયત કરેલા 12 યુવાનોને સાંજે છોડી મુક્યા હતા.નોંધનીય છે કે અવાર નવાર જી.કે.ના વહીવટ સામે આંદોલનો થતા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...