ભુજ:મુન્દ્રા તાલુકાનું ડેપા ગામ કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર

મુન્દ્રા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનો દર્દી સામે આવતા તંત્ર સાબદુ: તા.8/6 સુધી અમલી
  • આદેશનો ભંગ કરનાર શિક્ષાપાત્ર

તાલુકાના ડેપા ગામમાં કોરોના પોઝિટિવ કેસ આવતાં તા.8/6 સુધી ગામને કોવીડ-૧૯ કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે જિલ્લા સમાહર્તા દ્વારા જાહેર કરાયું છે. ડેપામાં કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતાં, આ વાયરસના સંક્રમણને અટકાવવા લોકોની સુરક્ષા માટે તકેદારીના ભાગરૂપે આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કન્ટેઇનમેન્ટ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરી તેમના ઘરે પૂરી પાડવામાં આવશે. ગામની નજીકમાં આવેલા ગામના લોકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ-51 થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે એમ કલેકટર પ્રવીણા ડી.કે. દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...