કામગીરી:મુન્દ્રાની ખાનગી લેબ.માં ડેન્ગ્યુનો કેસ દેખાતાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોંગીગ હાથ ધરાયું

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોને બીમારી ટાળવા બંધિયાર પાણી અને તેમાં દેખાતાં પોરાનો નાશ કરવા અનુરોધ કરાયો

તાજેતરમાં મુન્દ્રાની પ્રાઇવેટ લેબોરેટરીમાંથી શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ નીકળતા નગરના પોઝેટીવ કેસો ધરાવતા અસરગ્રસ્ત વિસ્તારો ન્યુ મુન્દ્રા, ઉમિયા નગર તથા દરિયાલાલ કોલોની ખાતે પુખ્ત મચ્છરોનો નાશ કરવા માટે તાલુકા આરોગ્ય કચેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના આરોગ્ય સ્ટાફ દ્વારા ફોગીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.રોગ સંદર્ભે અટકાયતી કામગીરી માટે મુન્દ્રા બારોઇ નગરપાલિકા દ્વારા ફોગીંગ મશીન આપીને સહકાર આપવા આપવામાં આવ્યો હતો

તાલુકા આરોગ્ય અધિકારી ડો. ક્રિષ્નાબેન ઢોલરીયાએ આ અંગે પ્રકાશ પાડતા વધુમાં જણાવ્યું હતું કે ચોખ્ખા અને બંધિયાર પાણીમાં મચ્છર ઈંડા મૂકે છે અને એમાંથી પોરા અને પુખ્ત મચ્છર બને છે જે ચેપી બનીને તંદુરસ્ત વ્યક્તિને કરડતા ડેન્ગ્યુ જેવા રોગનો લોકો ભોગ બને છે ત્યારે મચ્છર જન્ય રોગોથી બચવા માટે હાલની વરસાદની પરિસ્થિતિમાં ઘર અને તેની આસપાસમાં ભરાઈ રહેતા પાણીના પાત્રોની નિયમિત સાફ સફાઈ કરવા તથા તાવ આવે ત્યારે નજીકના દવાખાનામાં નિદાન કરાવી અને સંપૂર્ણ સારવાર લઈને સહકાર આપવા લોકોને અપીલ કરી હતી.

જયારે આરોગ્ય ખાતાના સુપરવાઈઝર હરિભાઈ જાટીયાએ લોકોને બીમારી ટાળવા બંધિયાર પાણી અને તેમાં દેખાતા પોરાનો તાત્કાલિક અસરથી નાશ કરવાનો અનુરોધ કરી સહકાર બદલ સુધરાઈ પ્રમુખ કિશોરસિંહ પરમાર તથા કારોબારી ચેરમેન ડાયાલાલ આહિરનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...