તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:મુન્દ્રામાં GSPLની પાઇપ લાઈન પર રોક લગાવા માંગ

મુન્દ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુન્દ્રાના અતિ વિકસીત વિસ્તારોમાંથી પસાર થતી જીએસપીએલ (ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લી)ની પાઇપ લાઈન થકી સ્થાનિકેના જનજીવન પર માઠી અસર પડવાની ભીતિ દર્શાવી મુન્દ્રા તાલુકા કોંગ્રેસ દ્વારા કલેક્ટર અને પ્રાંત અધિકારી સમક્ષ ગતિવિધી અટકાવાની માંગ કરાઈ છે.

તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચંદુભા જાડેજાએ સ્થાનિક પ્રશાસનને આપેલી લેખિત રજુઆતમાં તાલુકા મથક મુન્દ્રાના પરા સમાન બારોઇ તથા ગોયેરસમાના રહેણાંક વિસ્તારોમાંથી પસાર થતી જીએસપીએલની ગેસ પાઇપ લાઈન ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જવામાં નિમિત્ત બનવાની આશંકા વ્યક્ત કરાઈ છે.વિશેષમાં સૂચિત લાઈનમાં વપરાતું મટેરીયલ પણ ગુણવતા વિહોણું હોવાનો આક્ષેપ કરી જેના થકી લોકોના જીવ પ્રભાવિત થવાની ભીતિ સાથે પાઇપ લાઈનના કામને રોક લગાવી તેને રહેણાંક વિસ્તાર બહાર તબ્દીલ કરવાની માંગ કરાઈ છે.મુન્દ્રાની પ્રાંત અને મામલતદાર કચેરી મધ્યે રજૂઆત વેળાએ સામાજીક અંતરની જાળવણી સાથે ચંદુભા ઝાલા ભૂપતસિંહ જાડેજા સહિતના કોંગ્રેસી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો