તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનો જંગ:મુન્દ્રા બારોઇ પાલિકાના પ્રથમ જંગમાં હાલ 127 ઉમેદવારો મેદાનમાં

મુન્દ્રા12 દિવસ પહેલા
 • કૉપી લિંક

મુન્દ્રાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે નગરમાં બંને પક્ષે ચૂંટણી લડનાર અને તેમના સમર્થકોનો મેળાવડો જામ્યો હતો. મોડી સાંજે સુધી તાલુકા પંચાયતની 18 સીટો માટે કોંગ્રેસ અને ભાજપના 36 સમેત 5 અપક્ષ તથા 3 આમ આદમી પાર્ટીના મળી કુલ્લ 44 ફોર્મ ભરાયા હતા.જયારે જીલ્લા પંચાયતની 8 સીટો માટે મુખ્ય આઠ ઉમેદવારો સિવાય 2 અપક્ષ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.

બીજી તરફ પ્રથમ વખત થવા જઈ રહેલી મુન્દ્રા બારોઇ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં અસંતોષનો ચરૂ ફાટી નીકળતા લોકોની મીટ જ્યાં ફોર્મ ભરવાના હતા તે પ્રાંત કચેરીમાં મંડાઈ હતી.જ્યાં બંન્ને મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ કરતા વધુ અપક્ષના સમર્થકોએ દેખાવ દીધો હતો.અપક્ષ તરીકે પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર જેસરની પેનલના 16 ઉમેદવારોએ સાત પૈકી 6 વોર્ડમાં દાવેદારી નોંધાવી રાજકીય ચોપાટ પર સત્તાપક્ષ બીજેપી ને ચેક આપ્યો હતો.વિશેષમાં પાંચ નંબરની ભાજપે આપેલી ટિકિટ ઠુકરાવીને ખારવા સમાજના પ્રમુખ રાજુ કષ્ટાએ અપક્ષમાંથી ફોર્મ ભરી સત્તાપક્ષને ચોંટીયો ભર્યો છે.ઉપરાંત બંને મુખ્ય પક્ષો અને આપ સમેત સાત વોર્ડની 28 બેઠક માટે કુલ્લ 127 ઉમેદવારી નોંધાઈ હતી.

બીજેપીને સુધરાઈ અંકે કરવા કપરા ચઢાણ
હાલ બીજેપીમાં આંતરિક જૂથવાદ થકી ફાટી નીકળેલા અસંતોષની ફળશ્રુતિ રૂપે તેને સુધરાઈ અંકે કરવા કપરા ચઢાણ ચડવા પડે તેવા સમીકરણો રચાયા છે.પ્રાથમિક દ્રષ્ટિએ સમગ્ર ચિત્રનું વિહંગાવલોકન કરતા બીજેપીની આઠ શ્યોર સીટો નિર્ણાયકોની અણધડ પસંદગીને કારણે ખતરામાં મુકાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જયારે તાલુકા પંચાયતમાં પણ સમાન નિર્ણયોને કારણે ગઢ સાચવવો અઘરો થઇ પડવાની પરિસ્થિતી સર્જાઈ છે.

માંડવીમાં કોંગ્રેસને ઉમેદવાર અાયાત કરવા પડ્યા !
માંડવી : શહેરના વોર્ડ નં. 6માં ગત વખતે 3 સીટ કોંગ્રેસને મળી હતી. પરંતુ અા વર્ષે અા જ વોર્ડમાં કોંગ્રેસને ઉમેદવારો મળ્યા નથી ! જેના પગલે અન્ય વોર્ડમાંથી ઉમેદારો અાયાત કરવાની ફરજ પડી હતી.તો બીજીબાજુ શહેરમાં 600ની વસતી ધરાવતા દરજી સમાજે ભાજપ સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે. ભાજપે છેલ્લા 10 વર્ષમાં સમાજને ટિકિટ અાપી નથી. સમાજના લોકોઅે સહી સાથે ભાજપ સંગઠનને રજૂઅાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો