તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મુન્દ્રામાં લોકોની બેદરકારીને લીધે કોરોનાએ ફરી માથું ઉચક્યું

મુન્દ્રાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • એક્ટિવ દર્દીઓની ઓનરેકર્ડ સંખ્યા 17 પણ ખરો આંકડો 50ને પાર

ઔદ્યોગિક નગરી તરીકે પંકાયેલા અને પરપ્રાંતીયોની બહોળી અવર જ્વર ધરાવતા મુન્દ્રા નગરમાં એક સમયે તદ્દન ધીમી પડેલી કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું હોવાના અહેવાલ સાંપડ્યા છે. મુન્દ્રા બારોઇ સુધરાઈની પ્રથમ તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થતાં છેલ્લા અઠવાડિયાથી જાણે લોકોની બેદરકારીના પડઘા પડ્યા હોય તેમ શહેરના આંતરિક વિસ્તાર પુજારા શેરી,ગુંદી ફળિયું,ઓસવાળ શેરી,હસનપીર બજાર,ખારવા ચોક વગેરે વિસ્તારોમાં અંદાજિત પચાસથી વધુ કોવીડના દર્દીઓ હોવાનું સપાટીએ ઉભરી આવ્યું છે.

ઉપરાંત બારોઇ રોડ સ્થિત સેન્ટઝેવિયર્સ શાળામાં પણ છાત્રોમાં કોરોના પોઝેટીવ નજર આવતાં વર્ગખંડ બંધ કરવાની નોબત આવી હોવાના અહેવાલ સાંપડ્યા છે.જયારે દર્દીઓના આંકડા પ્રકાશિત કરવામાં સુસ્તી દાખવતું આરોગ્ય ખાતું હવે મોડે મોડે વેક્સિનેશન પર ભાર મૂકતું નજર આવ્યું છે.સ્થાનિકેના સીએચસી સેન્ટર અને અન્ય સંસ્થાઓના સહયોગથી હવે રસીકરણની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે.

ઉપરાંત અદાણી હોસ્પિટલ ખાતે ખાનગી ધોરણે કોઈ પણ વ્યક્તિને રસ્સી આપવાની ઝુંબેશ આદરાઈ છે.આ અનુસંધાને આરોગ્ય ખાતાના તબીબ સંજય યોગીનો મોબાઈલ પર સંપર્ક સાધતા તેમણે ચૂંટણીના સમયગાળા બાદ બીજા તબક્કામાં નગરમાંથી કોરોનાના 17 દર્દીઓ નોંધાયા હોવાનું જણાવ્યું હતું .

નગરજનો મહામારીની સરકારી માર્ગદર્શિકાના પાલનમાં ઉણા ઉતરે છે
ઉપરોક્ત પરિસ્થીતી માટે મોટા ભાગે માસ્કનો ઉપયોગ ટાળી સામાજિક અંતરનો છેદ ઉડાડતા નગરજનો જવાબદાર હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવ્યું છે.હાલની પરિસ્થતિમાં પણ ભીડ વાળા વિસ્તારો બકાલા માર્કેટ,બારોઇ રોડ,કોટ અંદરના ભાગે લોકો બિન્દાસ વિના માસ્ક ધારણ કર્યે ફરી રહ્યા છે ત્યારે નગરનો જાણકાર વર્ગ સરકારી માર્ગદર્શિકાનો ચુસ્તપણે અમલ કરવા બાબત પર ભાર મૂકી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો