બેદરકાર તંત્ર:મુન્દ્રાની ભૂખી નદીમાં એકત્રિત માવઠાનું દુષિત પાણી આપે છે બીમારીને ઈજન

મુન્દ્રા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક સોસાયટી વિસ્તારોમાં ભરાયેલા ખાબોચિયા પર મચ્છરોના ઉપદ્રવે માઝા મૂકી

મુન્દ્રા પંથકમાં થોડા દિવસ અગાઉ મચ્છર જન્ય કાતિલ રોગ ડેન્ગ્યુ એ રાડ મચાવ્યા બાદ ચિકનગુનિયા અને વાઇરલ તાવના કેસોએ માઝા મૂકી છે ત્યારે તાજેતરમાં પડેલા વરસાદી માવઠાં નું એકત્રિત થયેલું પાણી ભૂખી નદીના પટમાં રોગચાળાને ઈંજન આપતું હોવાનું ચિત્ર ઉપસ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રાના પ્રવેશદ્વાર સમા ડાકબંગલા નજીકથી શાસ્ત્રી મેદાન અને બસ સ્ટેન્ડ વિસ્તાર તરફ આવતા માર્ગ ઉપરાંત બારીવાળા નાકા વચ્ચે ભૂખી નદીના પટમાં ઠેર ઠેર ચાર દિવસ અગાઉ પડેલા વરસાદી પાણી નો ભરાવો થયો છે.

જેની ઉપર સતત થતો મચ્છરોનો ઉપદ્રવ નગરમાં રોગચાળો ફેલાવા માં નિમિત્ત બની રહ્યો હોવાનું નરી આંખે જોઈ શકાય છે.વિશેષમાં બારોઇ રોડ સ્થિત રામદેવ નગર,રામરહીમ સોસાયટી,પારસ નગર સિવાયના અન્ય કોલોની વિસ્તારમાં પણ દુષિત પાણીના નિકાલના અભાવે સમાંતર સ્થિતિ નિર્માણ પામી છે.ત્યારે હાલ મહદઅંશે કાબુમાં આવેલો અત્યંત પીડાદાયક વાઇરલ તાવ ફરી મચ્છરોના કારણે બેકાબુ બને તે પહેલાં સુધરાઈ તથા આરોગ્યખાતા દ્વારા સાવચેતીના પગલાં હાથ ધરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...