ફરિયાદ:રામાણીયામાં 6 લાખની બોક્સાઈટ ચોરી કરનાર સામે અંતે ફરિયાદ

મુ્ન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોની લડતને પ્રાથમિક તબક્કે સફળતા સાંપડી

મુન્દ્રા તાલુકાના રામાણીયા મુકામે બહુચર્ચિત થયેલા ખનીજ ચોરીના કેસમાં ગ્રામજનોની ઉગ્ર લડતના અંતે 6,07 લાખની 696 મે ટન બોક્સાઈટ ચોરી કરનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ વિધીવત ફરિયાદ નોંધાતા ચળવળકારોમાં આનંદની લાગણી વ્યાપી હતી.

પોલીસ દફતરેથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભૂસ્તરશાસ્ત્રી જયેશકુમાર મોહનલાલ પોમલ (ખાણખનીજ શાખા-અંજાર)એ લખાવેલી ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ રામાણીયા સરપંચ ક્રિષ્નાબા બળવંતસિંહ ગોહિલે કરેલી રજૂઆત મુજબ રામાણીયા ના સર્વે ન 9011 પૈકીની ગૌચર જમીનમાં ખાણખનીજ ખાતા દ્વારા સર્વે હાથ ધરાતાં પ્રાથમિક દ્રષ્ટિએ 6,06,704 રૂ કિંમતનું 696.40 મે ટન બોક્સાઈટ અનધિકૃત રીતે ચોરાયું હોવાનું ફલિત થતાં કિંમતી સરકારી સંપદા ની ઉચાપત કરનાર વિરુદ્ધ ફોજદારી રૂએ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

બનાવ સંદર્ભે મુન્દ્રા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ માઇન્સ એન્ડ મીનરલ્સ ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1957 ની કલમ (4) 1 મુજબ તેમજ અનધિકૃત પણે ખનીજ સંગ્રહ તથા હેરફેર કરવા સબબ નો ગુનો નોંધી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર પંથકમાં ખનીજ ચોરીના અસંખ્ય બનાવો બાદ જાગૃતિ કેળવતા રામાણીયા ગામના રહીશો એ ગેરરિતી વિરુદ્ધ એકસંપ થઇ લડત ચલાવતા સરકારી સંપદા ને જફા પહોંચાડતા તત્વો કાયદાકીય સાણસા માં સપડાયા હોવાથી ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...