તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મોખા ટોલનાકેથી દારૂના ગુનામાં ભાગેડુ બે આરોપીઓને કોસ્ટલ પોલીસે દબોચ્યા

મુન્દ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તેના સાગરીત પાસેથી ફોર્ચ્યુનર સમેત રૂા. 25 લાખનો મુદામાલ કબ્જે કર્યો

મુન્દ્રા તાલુકાના મોખા ટોલનાકેથી મરીન પોલીસે દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપી અને તેના સાગરીતને ફોર્ચ્યુનર કાર સમેત કુલ્લ 25,05330ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.

મુન્દ્રા કોસ્ટલ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ગત સાંજે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી મોખા ટોલનાકે પેટ્રોલિંગ કરી રહેલી મરીન પોલીસે અંજાર તરફથી આવતી ફોર્ચ્યુનર ગાડીને અટકાવી તેની જાંચ કરતા તેમાંથી લોંખડના પાઇપ મળી આવતા કારમાં સવાર શિવરાજસિંહ મદનસિંહ શેખાવત (ઉ.વ.40 રહે ગળપાદર-ગાંધીધામ)બજરંગસિંહ હરિસિંહ રાઠોડ (ઉ.વ.35 રહે કસંબી જી-નાગોર.રાજસ્થાન )તથા મનસુખભાઇ ચમનભાઈ વાળંદ (ઉ.વ.38 રહે ગળપાદર)નામક ત્રણ યુવાનોની હથિયારબંધી ધારા તળે અટકાયત કરી હતી.ત્યાર બાદ તેમની આગવી ઢબે પૂછપરછ કરતાં શિવરાજસિંહ વિરુદ્ધ ગામ પાથાવાડા-બનાસકાંઠા તથા મનસુખભાઇ ચમનભાઈ વાણંદ વિરુદ્ધ સામખિયાળી પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો હોવાનું ખુલ્યું હતું.

જેથી મરીન પોલીસે આરોપીનોના કબ્જામાંથી 25 લાખ રૂની ફોર્ચ્યુનર કાર 5830 રોકડ મળી કુલ્લ 25,05330નો મુદામાલ કબ્જે કરી બંન્ને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ-ગાંધીધામ અને પાથાવાડા પોલીસને સુપ્રત કરવાની કામગીરી હાથ ધરી હતી.જયારે બજરંગસિંહ હથિયારધારાનો ગુનો નોંધ્યો હતો.ઉપરોક્ત કામગીરીમાં મરીન પીએસઆઇ ગિરીશ વાણીયાના માર્ગદર્શન હેઠળ હે કો દિનેશ ગોહિલ,યશપાલસિંહ ગોહિલ,વિજય બરબસીયા એએસઆઇ વેદપ્રકાશ યાદવ તથા સુરેશ યાદવ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો