તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:મુન્દ્રા પાલિકામાં સત્તાપક્ષ દ્વારા ઉજવણી સોશિયલ મીડિયામાં રોષનું કારણ બની

મુન્દ્રા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી માર્ગદર્શિકાની ઐસી કી તૈસી
  • શહેર પ્રમુખના જન્મદિન નિમિતે કેક કપાયાના ફોટા વોટ્સએપ પર વાયરલ થતાં ખળભળાટ

આખો દેશ જયારે કોરોના મહામારીના વિકરાળ પંજામાં પિલાઈ રહ્યો છે ત્યારે મુન્દ્રા બારોઇ નગરપાલિકા ભવનમાં ભાજપના સત્તાધીશો દ્વારા સામાજિક અંતરનો છેદ ઉડાડી માસ્ક ધારણ કર્યા વગર જન્મદિનની ઉજવણી કરાતાં સોશ્યલ મીડિયાના વોટ્સએપ ગ્રુપમાં રોષ ફાટી નીકળ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા ભાજપના શહેર પ્રમુખ પ્રણવ જોષીના જન્મદિન નિમિતે પાલિકા ભવન જાણે ખાનગી પ્રોપર્ટી હોય તેમ પ્રમુખની ચેમ્બરમાં કેક કાપી જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સુધરાઈ પ્રમુખ કિશોરસિંહ પરમાર સમેત મહિલા સદસ્યોના પતિ પણ જોડાતા તેના ફોટા વોટ્સએપ ગ્રુપમાં વાઇરલ થયા હતા.

અને મોટી સંખ્યામાં લોકોએ કોમેન્ટ કરી સમગ્ર ઘટનાક્રમને જાત જાતની કોમેન્ટ કરી વખોડ્યો હતો.હાલ કોવિડ -19ના કારણે નગરમાં અનેક લોકો મોતને ભેટ્યા છે તે સ્થિતીમાં સતાના મદમાં થયેલ તાયફો સમગ્ર તાલુકામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.અને વિરોધ પક્ષો તાલુકા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉપરોક્ત ઘટનક્રમની શાબ્દિક ઝાટકણી કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...