તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:મુન્દ્રામાં ગત ચોમાસે ક્ષતિગ્રસ્ત કેવડી નદીનો કોઝવે ‘જૈસે થે’

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર સમક્ષ પુલ બનાવા મુકાયેલી દરખાસ્ત એક વર્ષથી ‘હોલ્ટ મોડ’ પર

ગત ચોમાસામાં ક્ષતિગ્રસ્ત થયેલો મુન્દ્રાના પ્રવેશ દ્વાર સમો કેવડી નદીનો કોઝવે એક વર્ષનો સમયગાળો વિતી ગયા છતાં હાલ પણ જૈસે થે સ્થિતિમાં નજર આવતો હોવાથી સત્તાપક્ષ ભાજપે કરેલા વિકાસના વાયદા પોકળ સાબિત થયા હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ગત વર્ષે ચોમાસામાં મુન્દ્રા તાલુકામાં 50 ઇંચ જેટલો ભારે વરસાદ થતાં વર્ષોથી જર્જરિત કેવડી નદીના કોઝવે પર આવેલો ડબલ લેન પાણી વહી નીકળતા ધોવાઈ ગયો હતો.

તેને અનુલક્ષીને અઠવાડિયા સુધી માર્ગનું સમારકામ ચાલુ હોઈ ભુજ અને અદાણી પોર્ટ તરફ જતા વાહનોને વાયા મંગરા ભોરારા થઇ 12 કિમીનો ફેરો ખાઈ પ્રાગપર સુધી પહોચવાની પરિસ્થિતિ નિર્માણ પામી હતી. આરએન્ડબી દ્વારા તે સમયે હંગામી ધોરણે માર્ગની બંન્ને બાજુએ પેચવર્ક કરી નીચે એક ફૂટના નાલા નાખી સિંગલ પટ્ટી રોડ બનાવી યાતાયાત પૂર્વવત કરાયો હતો.

ત્યારે ભાજપના સ્થાનિક પ્રતિનિધિઓએ ટૂંક સમયમાં માર્ગનું નવનિર્માણ કરવાના પોકળ વાયદાઓ કર્યા હતા પરંતુ તેને એક વર્ષનો લાંબો સમયગાળો વિત્યા છતાં આજ પણ કોઝવે જૈસે થે હાલતમાં છે ત્યારે લોકો ફરી ભારે વરસાદના પગલે પહેલાં જેવી હાલત થાય તે પૂર્વે માર્ગનું નવિનીકરણ ઈચ્છી રહ્યા છે.

ત્રણ કરોડના ખર્ચે પુલ બનાવાની દરખાસ્ત
માર્ગ સંદર્ભે આરએન્ડબી ભુજના મદદનીશ ઈન્જનેર નરેન્દ્ર ભદ્રાનો મોબાઈલ પર સંપર્ક સાધતા તેમણે ગત વર્ષ પહેલાંજ રાજ્યસરકાર સમક્ષ કોઝવે પર ત્રણ કરોડના ખર્ચે પુલ બનાવાની દરખાસ્ત મુકાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. નબળી નેતાગીરીને પ્રતાપે પ્રજાહિતમાં દરખાસ્તનું ફોલોઅપ ન લેવાતાં તે એક વર્ષથી પેન્ડિંગ પડી હોવાનું ફલિત થયું છે.

અન્ય સમાચારો પણ છે...