ધરપકડ:કપાયાના દુષ્કર્મી શિક્ષકની બે દિવસમાં બે વખત કરાઇ ધરપકડ

મુન્દ્રા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ અગાઉ ચોરીના કેસમાં પાલારા ધકેલાયેલા હવસખોરને ફરી મુન્દ્રા પોલીસ મથકે લઇ અવાયો

મુન્દ્રા તાલુકાના નાના કપાયા દુષ્કર્મ કેસના આરોપીને બે દિવસ અગાઉ ચોરીના ગુનામાં અટકાયત કરી ભુજની પાલારા ખાસ જેલમાં ધકેલાયા બાદ બીજી વખત પોક્સો હેઠળ વિધિવત અટકાયત કરી મુન્દ્રા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.

મોડી સાંજે મુન્દ્રા પોલીસ મથકે એરેસ્ટ કરીને લઇ આવવામાં આવેલા આરોપી જય માવજી ઠક્કર (ઉ.વ.45 રહે મોથાળા તા અબડાસા)ની હવે તમામ પ્રકારની તબીબી ચકાસણી કરી આવતીકાલે રિમાન્ડની માંગ સાથે સ્થાનિક અદાલતમાં રજુ કરવાનું મુન્દ્રા પીઆઇ મિતેષ બારોટે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નાના કપાયાની અદાણી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જય એ પોતાનો ગુરુધર્મ ભૂલી એક સગીરા સાથે બે વખત બળજબરી પૂર્વક દુષ્કર્મ કરતાં સમગ્ર તાલુકાનું શિક્ષણ જગત શર્મસાર થયું હતું.

વિશેષમાં તેણે કુમળી વયની સગીરાને બ્લેકમેલ કરી તેનાજ ઘરમાં ચોરી કરવા મજબુર કરી હતી. અને રૂપિયા 1.20 લાખની કિંમતના દાગીના પણ પડાવી લીધા હતા. ઉપરોક્ત સમગ્ર કિસ્સાને લઇ તાલુકવાસીઓ નરાધમ શિક્ષક જય ઠકકર પર ફિટકાર વરસાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...