તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ટુંડા ગ્રામપંચાયત થી ભોપાવાંઢને અલગ કરવાની દરખાસ્ત રદ કરો

મુન્દ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટુંડા ગ્રામપંચાયતના સદસ્યોએ ડીડીઓ સમક્ષ રૂબરૂમાં લેખિત રજૂઆત કરી

મુન્દ્રા તાલુકા પંચાયત દ્વારા ટુંડા ગ્રાપંચાયતને 30/7/2020ના પત્રથી ભોપાવાંઢને અલગ કરવાના આદેશને તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ સાથે ટુંડા ગ્રામપંચાયતના સદસ્યો અને જાગૃત નાગરિકોએ જિલ્લા વિકાસ અધિકારીની કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી.વિશેષમાં જો દિવસ સાતમા જિલ્લા સ્તરેથી હકારાત્મક પ્રતિસાદ ન મળે તો અદાલતના દ્વાર ખખડાવાની ચીમકી ઉચ્ચારી હતી.

જિલ્લા સમાહર્તા પ્રવિણા ડીકે તથા ડીડીઓ ભવ્ય વર્માને સ્થાનિકોએ કરેલી લેખિત રજુઆતમાં ટુંડા હસ્તકની ખેતિની ગૌચર તેમજ સીમતળની મોટાભાગની જમીનો અગાઉથીજ ઉદ્યોગોને આપી દેવાઈ હોવાથી પંચાયત અને ગ્રામજનોની આજીવીકા ને ફટકો પડ્યો હોવાનો ઉલ્લેખ કરી હવે ભોપાવાંઢને અલગ કરાતાં તેમાં વધારો થવાની લાગણી વ્યક્ત કરાઈ છે.

ઉપરાંત ટુંડા વિસ્તારમાં આવેલ મુખ્ય ત્રણ ઔદ્યોગિક એકમો પૈકી અદાણી પાવરનો પ્રોપર્ટી ટેક્સ સિરાચા તથા અદાણી સોલારનો વાંઢ ગ્રામપંચાયતમાં જમા થાય છે.માટે તાલુકા પંચાયત અને ટાટા પાવર દ્વારા મિલીભગત કરી ઉપરોક્ત આદેશ કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે.અને હાલ તાલુકા સ્તરેથી ટુંડાનું રેવન્યુ ભોપાવાંઢમાં લઇ જવાની પેરવી ચાલુ છે જેને સાંખી લેવામાં નહીં આવે તેના પાર ભાર મૂકી જો જિલ્લા સ્તરે સાત દિવસમાં ઉચિત નિર્ણય ન લેવાય તો અદાલતના દ્વાર ખખડાવી ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

મિલકતવેરો સેટ કરવાના આશય સાથે તાલુકા સ્તરેથી ગતિવિધીઓ કરાઈ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત મુદ્દે 9 ઓક્ટોબરના રોજ ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો જેમાં મુન્દ્રા તાલુકા પંચાયતના તાત્કાલિકન અધિકારીઓ દ્વારા પંચાયતી ધારાના કાયદાકીય છીંડાઓનો ઉપયોગ કરી ટુંડાથી અલગ કરાયેલ ભોપા વાંઢ પંચાયતને આર્થિક સધ્ધર કરવાના ઓઠા તળે કંપનીઓનો પ્રોપર્ટી ટેક્સરૂપી આર્થિક વહિવટ તેમાં તબ્દીલ કરવાની પેરવી કરાઈ હતી.જેનો આજ પર્યંત જિલ્લા સ્તરેથી નિવેડો ન આવતા હવે સમગ્ર પ્રકરણ અદાલત સુધી લઇ જવાની તૈયારીઓ આરંભાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો