તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બેરાજાના સરપંચ પતિએ પીએમઇએ સોલાર સીસ્ટમને માર્ગની મંજૂરી આપતા હોબાળો

મુન્દ્રા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામપંચાયતના બે સદસ્યોના જાણ બહાર હસ્તાક્ષર કરી
 • ભોગગ્રસ્ત સભ્યોએ ડીડીઓ અને સ્થાનિક પોલીસના દ્વાર ખખડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

મુન્દ્રા તાલુકાના બેરાજા મુકામે પીએમઇએ સોલાર સીસ્ટમ પ્રાલી નામક નવતર કંપની આગમન સાથેજ વિવાદના ઘેરામાં સપડાઈ છે.જેને બેરાજાના મહિલા સરપંચના પતિએ પંચાયતના સદસ્યોની ભળતી સહી કરી માર્ગનિર્માણની મંજૂરી આપી દીધી હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે.અને જે સંદર્ભે ભોગગ્રસ્ત બંન્ને સદસ્યોએ જિલ્લા વિકાસ અધિકારી સમેત મુન્દ્રા પોલીસથાણામાં લેખિત અરજી કરી કાયદાકીય પગલાં લેવાની માંગ કરતા સમગ્ર પ્રકરણ ગરમાયું છે.

બેરાજા ગ્રામપંચાયતના મહિલા સદસ્ય આઇશુબેન ગનીભાઇ જુણેજા અને ફાતમાબાઈ હાજી લાડકે 23/11ના રોજ ડીડીઓ સમક્ષ પત્રના માધ્યમથી ગામના સરપંચ રમીલાબેન લાલજી બડગાના સમગ્ર પંચાયતી વહીવટનું સંચાલન તેમના પતિ લાલજી બડગા કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.અને તેમણે 9/10/2020ના રોજ બેરાજા જૂથ ગ્રામપંચાયતની સામાન્ય સભામાં બન્ને મહિલા સભ્યોને વિશ્વાસમાં લીધા વિના તેમના નામની મળતીયાઓ પાસે સહી કરાવી પીએમઈએ સોલાર સીસ્ટમને માર્ગ નિર્માણની મંજૂરી આપી હોવાનો આક્રોશ વ્યક્ત કરી વિશેષમાં તેજ હસ્તાક્ષરનો ઉપયોગ વીજ કનેક્શન મેળવવા પીજીવીસીએલ સમક્ષ પણ કરાયો હોવા બાબત પર પ્રકાશ પાડી કાયદેસર પગલાં લેવા માંગ કરી છે.

પોલીસ સમક્ષ સરપંચ રમીલાબેનના હસ્તાક્ષર, પતિએ કર્યા હોવાની ફરીયાદ
પંચાયતના બે સદસ્યો પૈકી આઈશુબાઈએ પોલીસ સમક્ષ અરજી રૂપે કરેલી ફરીયાદમાં કંપનીને મંજૂરી આપતી વેળાએ મહિલા સરપંચ રમીલાબેનના હસ્તાક્ષર પણ તેમના પતિ લાલજીભાઈએ તલાટી મંત્રી વિજયભાઈ શ્રીમાળી સાથે પરસ્પર સમજૂતી સાધી કરી હોવાના ઉલ્લેખ સમેત બંન્ને વિરુદ્ધ આઇપીસી કલમ 420 અને અન્ય ધારાઓ તળે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અગાઉ સરપંચ પતિએ જ કંપનીની ગતીવિધીઓ અટકાવી હતી
પંચાયતના સદસ્યો ઉપરાંત તેની સાથે સંકળાયેલા સ્થાનિકેના જાગૃત નાગરીકોએ સૂચિત કંપનીએ સંબધિત ખાતા પાસેથી બાંધકામ મંજૂરી લીધા વિનાજ ચણતર આરંભી દીધું હોવા બાબતથી માહિતગાર કરી અગાઉ લાલજીભાઈએજ હોદાની રૂએ કંપનીની ગતીવિધીઓ પર રોક લગાવી હોવાની લાગણી સાથે રોકડ રકમનો વ્યહવાર અને કામના વિવિધ ઠેકાઓ અપાઈ ગયા બાદ તેમણે કંપની સાથે ઘરોબો કેળવી લીધો હોવાનું જણાવ્યું હતું .

ફિંગર પ્રિન્ટ પરથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ જશે - લાલજીભાઈ બડગા
ઉપરોક્ત સંદર્ભે મહિલા સરપંચ રમીલાબેનના પતિ લાલજીભાઈ બડગાનો મોબાઈલ પર સંપર્ક સાધતા તેમણે ઠરાવમાં બંને મહિલા સદસ્યોના અંગુઠાના નિશાન હોવાનું ધ્યાન દોરી તેની ખરાઈ બાદ સંપૂર્ણ સત્ય સામે આવી જવાનો મત વ્યક્ત કર્યો હતો.અને સમગ્ર પ્રક્રીયા દરમ્યાન અન્ય જવાબદારો પણ ઉપસ્થિત હોવાનું જણાવ્યું હતું .ઉપરાંત સરપંચની સામાન્ય સીટ પર અનુસૂચિત જાતિના મહિલા ચૂંટાતા વિરોધીઓ હાર પચાવી ન શક્યા હોવાથી છેલ્લા ચાર વર્ષથી પાયાવિહોણા આક્ષેપો કરતા હોવાની લાગણી દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો