તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફરાતફરીનો માહોલ:મુન્દ્રાની બન્ને કોવિડ હોસ્પિટલમાં બેડ ખાલી નથી

મુન્દ્રા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા એક સપ્તાહથી પથારી ખાલી ન હોતાં સ્થાનિકે અફરાતફરીનો માહોલ
 • કણસતા દર્દીઓના પરિવારજનો આમ તેમ ભટકી રહ્યા છે
 • અદાણી અને એલાયન્સ હોસ્પિટલ મળી વધારાના 100 બેડ કાર્યરત કરાયા તેમ છતાં સ્થિતિ જૈસે થે હોતાં હાલાકી

છેલ્લા વિસ દિવસથી મુન્દ્રા પંથકમાં કોરાના મહામારીએ આંતક ફેલાવતા દર્દીઓમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે.અને સરકાર સ્થાપિત કોવિડ માન્ય એલાયન્સ તથા મીમ્સ સમેત બંન્ને હોસ્પિટલોમાં છેલ્લા અઠવાડિયાથી બેડ ઉપલબ્ધ ન હોવાથી ભોગગ્રસ્તોનાં પરિવારજનો સારવાર માટે ઠેકઠેકાણે ભટકી રહ્યા છે ત્યારે સ્થાનિકે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની જબ્બર માંગ ઉઠી હતી.જેની ફળશ્રુતિ રૂપે અદાણી હોસ્પિટલમાં 50 અને એલાયન્સમાં અન્ય પચાસ મળી નવા કુલ્લ 100 બેડ કાર્યરત કરાયા છતાં પરિસ્થીતી જૈસે થે હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

વહેલી સવારે નગરચર્યા દરમ્યાન પ્રાપ્ત માહિતી મુજબ સરકાર માન્ય બંન્ને હોસ્પિટલોમાં દર્દીઓ માટે જગ્યા ન હોવાથી તેમને બહાર એમ્બ્યુલન્સમાંજ સારવાર લેવાની ફરજ પડી હતી.ઉપરાંત નગરની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ઉપલબ્ધ ન હોઈ છેલ્લી ઘડીએ તબીબો હાથ ખંખેરી લેતા હોવાથી તાવથી કણસતા પેશન્ટના પરિવારજનો માટે જાયેં તો જાયેં કહાં નો તાલ સર્જાતો હોવાથી અનેક બુદ્ધિજીવીઓએ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાનો મત દર્શાવ્યો હતો..અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાથમિક સારવાર બાદ તબિયત નાજુક થતાંજ ભુજ અને ગાંધીધામ જેવા મોટા શહેરો તરફ સારવાર માટે દોટ મુકતા દર્દીઓમાંથી ત્યાં પણ જગ્યાના અભાવે પ્રતિદિન બે થી ત્રણ વ્યક્તિ મોતને ભેટી રહી છે .

હોસ્પિટલમાં નબળા વર્ગને દાખલ કરવા ઉદાસીન વલણ અપનાવાતું હોવાના આક્ષેપો ઉઠ્યા
કોરોનાના દર્દીઓના અભૂતપૂર્વ ઘસારા વચ્ચે કોવિડ માન્ય હોસ્પિટલો પહોંચેલા પામતા કે માલેતુજાર વર્ગને તો બેડની સુવિધા કરી આપે છે.પરંતુ ગરીબ વર્ગને દાખલ કરવા જગ્યા ન હોવાનું બહાનું ધરી દઈ ઉદાસીન વલણ અપનાવામાં આવતું હોવાના આક્ષેપો છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર વહેતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો