સમગ્ર જિલ્લામાં જળ સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ અદાણી ફાઉન્ડેશન ને જળશક્તિ મંત્રાલય તરફથી એવોર્ડ વડે સન્માનિત કરાયું હતું. 29 માર્ચ 2022 ના રોજ નવી દિલ્હી સ્થિત પ્લેનરી હોલ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ ના રાજ્યકક્ષા ના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને આદિ જાતિ બાબતોના મંત્રી બિશ્વેશ્વર ટુડુ ની ઉપસ્થતિમાં યોજાયેલ ત્રીજા નેશનલ વોટર એવોર્ડ માં ફાઉન્ડેશન ને એવોર્ડ એનાયત કરી તેની સરાહનીય સીએસઆર પ્રવૃતિઓ બિરદાવાઇ હતી.
સંસ્થા એ મુન્દ્રા ના 62 ગામો માં સ્વજલ પ્રોજેક્ટ અંતર્ગત રૂફટોપ રેઇન વોટર ના 115 યુનિટ સ્થાપિત કર્યા છે.31 કુવા 189 બોરવેલ રિચાર્જ ઉપરાંત 56 તળાવો ઉંડા કરી 21 ચેકડેમ અને બંધ બાંધી 1505 ટપક સિંચાઈ ની સિસ્ટમો કાર્યવિન્ત કરી છે.ચેરપર્સન પ્રીતિ જી અદાણી ના નેતૃત્વ હેઠળ 2,18,500 મહિલા,પુરુષો અને બાળકો ને અસર કરતા પાણી સંરક્ષણ ની દિશા માં કામ કર્યું છે.જેના પરિણામે ભૂગર્ભ જળના ટીડીએસ માં 19.6 ટકા નો ઘટાડો નોંધાયો છે.તે કારણે તાલુકા ના 2857 હેકટર વિસ્તાર ને ફાયદો થશે.ઉપરોક્ત ઉપલબ્ધી ઓ ની નોંધ લઇ અદાણી ફાઉન્ડેશન ને એવોર્ડ નું સન્માન પ્રાપ્ત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.