તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનલીલા સંકેલી:મુન્દ્રામાં દાદીના ઘરે ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી

મુન્દ્રા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 દિવસ પહેલાં એટ્રોસિટીની ફરિયાદ લખાવનાર દલિત યુવાને
  • કોંગ્રેસે સમગ્ર બનાવમાં પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો કર્યો આક્ષેપ

મુન્દ્રામાં થોડા દિવસ અગાઉ એટ્રોસિટીની ફરિયાદ લખાવનાર દલિત યુવાને ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા તેના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.અને સમગ્ર જિલ્લાના દલિત સમાજમાં ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા.

પોલીસ દફતરેથી બનાવ જાહેર કરનાર હતભાગી મૃતકના પિતા રામજી કેશા ગોહિલને ટાંકીને પ્રાપ્ત વિગત મુજબ ઉપરોક્ત બનાવ 4/6ની રાત્રીથી 5/6ની સવાર દરમ્યાન બન્યો હતો. જેમાં થોડા દિવસ અગાઉ 25 મેના રોજ તેને માર મારનાર ચાર યુવાન વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ લખાવનાર રાજેશ રામજી ગોહિલ (ઉ.વ.21 રહે ગુર્જરવાસ-મુન્દ્રા) નામના યુવાને પોતાની દાદીના ઘરે આડીમાં રસ્સો બાંધી ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી.

ગમગીની ભર્યા બનાવને પગલે મૃતકના પિતા રામજીએ એટ્રોસિટીની ફરિયાદ લખાવ્યા પછી રાજેશ સતત ગુમસુમ રહેતો હોવાની કેફિયત આપી કદાચ આરોપીઓ પૈકી કોઈએ તેને ધમકી આપી હોવાની શંકા વ્યક્ત કરી હતી. બનાવને પગલે તેણે કોઈ અન્ય કારણોસર આત્મઘાતી પગલું ભર્યું હતું. કે, કેમ તે દિશામાં મુન્દ્રા પીઆઇ બી. એમ. જાનીએ તપાસ હાથ ધરી છે.

કચ્છ જિલ્લા કોંગ્રેસ કમિટીના આગેવાને દુઃખદ બનાવને વખોડી સનિષ્ઠ તપાસની માંગ કરી
ઉપરોક્ત દુઃખદ બનાવને વખોડતા કચ્છ જિલ્લા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી ધર્મેન્દ્ર ગોહિલે હતભાગી મૃતક યુવાને થોડા દિવસો અગાઉજ ચાર યુવાનો વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ લખાવી હોવા બાબત પર પ્રકાશ પાડી સમગ્ર ઘટનામાં પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.ઉપરાંત પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી દલિત યુવાનને આત્મઘાતી પગલું ભરવા સુધી દોરી જનાર જવાબદારો વિરુદ્ધ સંનિષ્ઠપણે કાયદાકીય પગલાં લેવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...