વિરોધ પ્રદર્શન:ચૂંટણીઓ નજીક આવતાં મુન્દ્રામાં કોંગ્રેસે જન જાગરણ પદયાત્રા કરી

મુન્દ્રા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધતી મોંઘવારી, સરકારની કામગીરી નિષ્ફ્ળ હોવાના આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર

હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જાહેરનામું બહાર પડતાંની સાથે મુન્દ્રા પંથકનો રાજકીય માહોલ ગરમાયો છે.જેના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિએ જન જાગરણ પદયાત્રા નું આયોજન ઘડી કાઢ્યું હતું. આ તકે વધતી જતી મોંઘવારી અને સરકારની નિષ્ફળતા અંગે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

નાના કપાયાના ડો બાબા સાહેબ આંબેડકર સર્કલથી મુન્દ્રાના જેરામસર તળાવ નજીક બહોળી સંખ્યામાં મોંઘવારી મુદ્દે તથા સરકારની કામગીરી નિષ્ફ્ળ હોવાના સૂત્રોચ્ચાર સાથે પગપાળા પહોંચેલા કોંગ્રેસી આગેવાનોએ માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્યની કચેરીએ સ્થાનિક મુદ્દાઓ સાથેનું આવેદન આપી પોતાની માંગ કેન્દ્ર માં બેઠેલી ભાજપ સરકાર સુધી પહોંચાડવાની માંગ કરી હતી.ત્યારબાદ યોજાયેલા સ્નેહમિલન માં ગ્રામપંચાયતની ચૂંટણીઓ માટે કાર્યકરોને તૈયારી શરૂ કરી દેવાનું આહવાન કરાયું હતું.ઉપરોક્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...