તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મુન્દ્રામાં અસામાજિક તત્વો બેલગામ

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશી દારૂનું વેંચાણ અને અન્ય ગોરખધંધા ચોમેર ફુલ્યા ફાલ્યા: પોલીસ દંડો પછાડે તે જરૂરી

મુન્દ્રા મધ્યે સમાઘોઘા ચોરી પ્રકરણમાં પોલીસે ઉઠાવેલા શકમંદનું ઢોર મારને કારણે કસ્ટોડિયલ ડેથ થતાં સ્થાનિક પોલીસ પર જિલ્લા કક્ષાએથી ગાજ વરસી છે.અને પીઆઇ જીઆરડી જવાન સમેત અન્ય પાંચ પોલીસ કર્મીઓ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાતાં પોલીસ થાણામાં સોપો પડી ગયો છે.

જેનો સીધો ફાયદો ઉઠાવવા માંગતા હોય તેમ હાલ મોકળું મેદાનમાં ભાળી ગયેલા અસામાજિક તત્વો જાણે સ્વતંત્રતા માણતા હોય તેમ નગરમાં ચોમેરથી સક્રિય થયા હોવાનું સપાટીએ તરી આવ્યું છે.સમગ્ર તાલુકામાં અગાઉ નગરના સોસાયટી વિસ્તારથી કરીને વિવિધ કંપનીઓ નજીક પરપ્રાંતીયોની તરસ છિપાવવા સસ્તો કહી શકાય એવા દેશી દારૂના 18થી વધુ પોઇન્ટ ધમધમતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.પોલીસની મહેરબાનીથી લાખોરૂ નો હપ્તો ઉઘરાવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓનો નગર પ્રવેશ થતાંજ આવા અડ્ડાઓના સંચાલકોને હંગામી ધોરણે રૂકજાવનો આદેશ આપી દેવાતો હતો.પરંતુ હાલ સંપૂર્ણ પોલીસ થાણું કોમામાં સરી ગયું હોવાનો તાલ સર્જાતા આવા તત્વો બેલગામ બન્યા હોવાનું સોશયલ મીડિયામાં વાઇરલ થયેલા વિડીયોથી સપષ્ટ થાય છે.

વિશેષમાં અગાઉ સુમડી માં રહેતા વિદેશી દારૂના ધંધાર્થીઓ લાગ ભણી ફરી માથું ઉચકતાં પ્યાસીઓને ઘર બેઠે દારૂની ડીલેવરી મળી રહેતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.વળી હાઇવે હોટલો નજીક માદક પદાર્થો ના વેંચાણ સાથે આંકડાની બદી પણ ફરી રાબેતા મુજબ જૈસે થે મોડ પર આવી ગયા હોવાનું નરી આંખે જોઈ શકાતું હોવાનો મત નગરનો પ્રબુદ્ધ વર્ગ વ્યક્ત કરી રહ્યો છે.

બેશુદ્ધ દારૂડિયાની અને જાહેરમાં માદક પદાર્થ રગડતા ઈસમની ક્લિપ વાઇરલ
છેલ્લા કેટલાક દિવસથી સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી વીડિયો ક્લિપમાં એક શખ્સ દેશી દારૂ ગટગટાવી બિન્દાસ પણે જાહેર રોડ પર બેશુદ્ધ હાલતમાં પડેલો સ્પષ્ટ નજર આવે છે.જયારે અન્ય ક્લિપમાં ચુસ્કી લગાવવા યુવાન બેરોકટોક ચરસ ગાંજા જેવા માદક પદાર્થને હથેળીમાં રગડતો હોવાનું સપષ્ટપણે જોઈ શકાય છે.ઉપરાંત યુવાનનું ટોળું બેફામ બની શેરીમાં આંકડાનો જુગાર રમતા નજર આવે છે ત્યારે હાલ નગર અસામાજિક તત્વો માટે રેઢું ખેતર બન્યું હોવાનું ચોક્કસપણે જણાઈ આવતું હોવાની ચર્ચા લોકોમાં થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો