તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુન્દ્રા પોલીસ મથકમાં ગુંડારાજ:સમાઘોઘા ઘરફોડ ચોરીના અન્ય શકમંદ ઘાયલનું મોત થતાં ગઢવી સમુદાય લાલઘૂમ, મુન્દ્રા મધ્યે ગઢવી યુવાનના કસ્ટડીયલ ડેથ બાદ

મુન્દ્રા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસકર્મીઓના ઢોર માર થકી 16માં દિવસે સારવાર દરમ્યાન કાળ આંબી ગયો

મુન્દ્રા તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરીના બનાવ મુદ્દે શંકાના આધારે પોલીસે ત્રણ શકમંદ શખ્સોને ઉઠાવી લોકઅપમાં ઢોર માર મારતા તે પૈકી અરજણ ગઢવી (રહે સમાઘોઘા)નામક યુવાનનું કસ્ટડીમાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. ત્યાર બાદ પોલીસ ટોર્ચરને કારણે ઘાયલ થયેલા બે યુવાનોને ઉચ્ચ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા.

અને તેમાંથી પણ એક એવા હરજોગ હરિ ગઢવી (ઉ.વ 22 રહે સમાઘોઘા) નું આજે બપોરે સોડ દિવસની સારવાર બાદ મોત નિપજતાં ગઢવી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.પ્રાપ્ત માહિતી મુજબ અસહ મારને કારણે હરજોગ ની બંને કિડનીઓ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ હતી.ઘટનાના સમાચાર મોડી સાંજે વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાતા વાતાવરણ ચોમેરથી ગંભીર બન્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ અખિલ કચ્છ ચારણ સમાજે પોલીસને જવાબદાર એવા પાંચે ભાગેડુ આરોપીઓને 72 કલાકમાં દબોચી લેવાનું અલટીમેટમ આપ્યું હતું.નહીંતર દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.પરંતુ પોલીસે ટૂંક સમયમાં સંતોષકારક કામગીરી કરવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો.તેવામાં ફરી એક યુવાન મોતને ભેટતાં નગરમાં અજંપાભર્યા વાતાવરણે આકાર લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો