ચોમેર રોષની લાગણી:મુન્દ્રાની મુખ્ય બજારમાં ગટરના પાણી વહી નીકળતાં લોકોમાં રોષ ફેલાયો

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગટર લાઈન પાછળ કરોડોના ખર્ચ છતાં વર્ષોથી દુર્ગંધ નગરજનોના શ્વાસમાં વણાયેલી

મુન્દ્રા મધ્યે છેલ્લા દસકાથી માથાના દુખાવારૂપ બનેલી ગટર સમસ્યા એ ફરી નગરની મુખ્ય બજારમાં પોત પ્રકાશ્યું હતું .અને માર્ગ ઉપર લાંબે સુધી દુષિત પાણીની ધારા વહી નીકળતાં રાહદારીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ નગરની મુખ્ય બજાર માંડવી ચોક પાસે આવેલી દરબારી શાળા પાસે ગટર છલકાતાં દુર્ગંધયુક્ત પાણી છેક હંસ ટાવર પાસેની શાકમાર્કેટ સુધી વહી નીકળ્યું હતું.ભરચક વિસ્તારમાં સવારના ભાગે સમસ્યા સર્જાતાં રાહદારીઓ અને બકાલા માર્કેટમાં આવતી મહિલાઓને ગટરના ગંદા પાણી આભડી જતાં ચોમેર રોષની લાગણી ફેલાઈ હતી.બનાવને પગલે તુરંત સુધરાઈ કર્મચારીઓએ હરકતમાં આવી લાઈન ચોકઅપ કરવામાં નિમિત્ત બનેલ કચરાનો નિકાલ કરતાં આસપાસના દુકાનધારકોએ રાહતનો દમ લીધો હતો.

ચાર વર્ષ અગાઉ પંદર કરોડના ખર્ચે નવી ગટર લાઈન બનાવાઈ હતી
ચાર વર્ષ અગાઉ મુન્દ્રા ગ્રામપંચાયતના અસ્તિત્વ વેળાએ નવ નિર્મિત ગટરલાઇન પાછળ રાજ્ય સરકારની પંદર કરોડ રૂની માતબર ગ્રાંટ વાપરવામાં આવી હતી.ત્યાર બાદ તેની સુધારણા અર્થે તબક્કાવાર બીજા એક કરોડ રૂ હોમી દેવાયા છતાં આજ પર્યત સમસ્યા ઠેરની ઠેર રહી હોવાની બાબત તે સમયે થયેલા તગડા ભ્રસ્ટાચારની ચાડી ખાય છે ત્યારે લોકો વિકસિત નગરમાં પાયાની જરૂરિયાત સમી સુચારૂ ગટર વ્યવસ્થા ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...