સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:કડકડતી ઠંડી વચ્ચે તાલુકા મથકોએ સવારથી રાત સુધી ગ્રામ્ય લોકોની હકડેઠઠ ભીડ

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અંજાર - Divya Bhaskar
અંજાર
  • મુન્દ્રાના ગામોમાં ભાજપ પ્રેરિત સરપંચ અને પેનલનો હાથ ઉપર
  • પરપ્રાંતીયોની બહોળી વસ્તી ધરાવતા નાના કપાયામાં અપસેટ સર્જાયો

મુન્દ્રા પંથકમાં અતિ ઉત્કંઠા જગાવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં 21 ગામો પૈકી ગેલડા, વાઘુરા, કણઝરા સમરસ તથા મોખા સરપંચ બિનહરીફ જાહેર થયા બાદ બાકી રહેતી સત્તર પંચાયતોની ચૂંટણી સંપન્ન થયા બાદ મુન્દ્રાની આરડી હાઇસ્કૂલમાં વહેલી સવારથી મત ગણતરીની પ્રક્રિયા શરુ થવા અગાઉ જ સામેના શાસ્ત્રી મેદાનમાં સમર્થકો ના ધાડા ઉતરી આવ્યા હતા.

પ્રથમ વખત પોલીસ પ્રશાસનની સરાહનીય કામગીરીને કારણે શાળાના પ્રાંગણની આજુબાજુ 200 મીટર વિસ્તાર બેરીયર્સ લગાવી અગાઉથીજ કોર્ડન કરી લેવાતાં પ્રવેશદ્વાર ઉપર ભીડ એકત્રિત થઇ ન હતી. અને સુચારૂ પણે સમગ્ર ગતિવિધી આટોપાતાં તંત્ર એ રાહતનો દમ લીધો હતો.

સમગ્ર પંથકની જેના પર મીટ હતી તે નાના કપાયા ગ્રામપંચાયત માં બે ટર્મ એટલે કે છેલ્લા બે દાયકાથી વર્ચસ્વ ધરાવનાર સરપંચ પદના ઉમેદવાર શામજી લાખા સોધમ ની પેનલ ના એક સિવાય તમામ સભ્યો હારી ગયા નું ચિત્ર અંતિમ મત ગણતરી વેળા એ સામે આવતા તેમની હાર નિશ્ચિત થઈ હોવાનું ફલિત થતાં વિજયી ઉમેદવારના સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.અત્રે નોંધનીય છે કે સ્થાનિક રોજગારી ના મુદ્દે શામજીભાઈ એ નાના કપાયા સ્થિત ઔદ્યોગિક એકમ ઝીંદાલ સો પાઇપ સામે શીંગડા ભરાવી લડત નું એલાન કર્યું હતું.આખા દિવસ દરમ્યાન નાના કપાયાનું પરિણામ જાણવા સમર્થકો તથા વિરોધીઓ ના ફોન રણકતા રહ્યા હતા.અને અંતે કહીં ખુશી કહીં ગમ નો માહોલ છવાયો હતો.

વિરાણીયામાં મતપેટી સાથે ચેડાં કરાયા સબબની વાંધા અરજી અપાઈ
વિરાણીયા ગ્રામપંચાયતમાં મુન્દ્રા તાલુકા યુવા ભાજપ ના પ્રમુખ શક્તિસિંહ જાડેજા સામે 136 મત થી પરાજીત થયેલા સરપંચ પદના ઉમેદવાર ધીરુભા રતનજી જાડેજા એ સીલબંધ મતપેટી ની થેલી ખૂલેલી હોવાના આક્ષેપ સાથે તેમાં ચેડાં કરવામાં આવ્યા હોવાનો દાવો કરી ચૂંટણી અધિકારીઓ ને વાંધા અરજી આપી હતી.જેથી હવે તેમને અદાલતના દ્વાર ખખડાવા માટે ના રસ્તા ખુલ્યા હોવાનું ચર્ચાયું હતું.

મોટા કપાયામાં પણ બે ટર્મ ના સરપંચ હાર્યા
મુન્દ્રા ના પરા સમાન નાના કપાયા માં દાયકા થી વર્ચસ્વ ધરાવનાર સરપંચ પદના ઉમેદવાર હાર્યા બાદ મોટા કપાયા માં પણ છેલ્લા દસકા થી સરપંચ તરીકે ચૂંટાતા ધનજીભાઈ ધેડા ના પત્ની મેગબાઈ ધનજી ધેડા ને હરીફ ઉમેદવાર ચાંદાબા ચેતનસિંહ પઢીયારે 578 સામે 606 મત મેળવી 28 મતો થી પછડાટ આપતાં 21 પૈકી બીજી પંચાયતમાં અપેક્ષા થી વિપરિત પરિણામ આવ્યું હતું.

ઝરપરા અને નાના કપાયાના પરિણામોએ નગરમાં ઉત્કંઠા જગાવી
મત ની દ્રષ્ટિએ સૌથી મોટા ગણાતાં અને ઉદ્યોગોના વર્ચસ્વના કારણે લોકો માટે ચર્ચાસ્પદ બનેલા ઝરપરા તથા નાના કપાયા ની મત ગણત્રી સૌથી છેલ્લે રાખવામાં આવતાં તેમના પરિણામો મોડી સાંજ સુધી આવી શક્યા ન હતા.જેથી કોણ જીત્યું તે બાબતે નગરજનો ના ફોન જાણકારી માટે સતત રણકતા રહ્યા હતા.

વીજ પુરવઠો ખોરવાતાં તંત્ર ધંધે લાગ્યું
એક તરફ બેલેટ પેપર ને કારણે મત ગણત્રી પ્રારંભેથી જ વિલંબ માં પડી હતી.તેમાં ઢળતી સાંજે છ વાગ્યે વીજ પુરવઠો ખોરવાતાં તંત્ર ધંધે લાગ્યું હતું.અને તેમને સમગ્ર પ્રક્રિયા પૂર્વવત કરતાં અડધો કલાક જેટલો સમય લાગતાં લોકો રોષે ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...