માગ:નાની તુંબડી રોડ પર અનધિકૃત દબાણ દૂર ન કરાયા છતાં કેસ ડ્રોપનો આક્ષેપ

મુન્દ્રા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજદાર દ્વારા કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ અંગેની અરજી કરાઈ હતી

મુન્દ્રા તાલુકાના નાની તુંબડી ખાતે ખાનગી માલિકીની જમીનમાંથી દબાણ દૂર ન કરાયાં છતાં વિના ખરાઈ કરી જિલ્લા સમાહર્તા ની કચેરીએથી કેસ ડ્રોપ કરી નાખી છબરડો વાળવામાં આવ્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.

સમગ્ર ઘટનાક્રમ મુજબ હાલે અંજાર રહેતા ધીરજસિંહ જખુભા જાડેજાએ પોતાના રામાણીયા થી નાની તુંબડી રોડ પર આવેલ ખેતર સર્વે ન 365/1-2 માં ત્રણ શખ્સોએ અનધિકૃત દબાણ કર્યું હોવાની નામ જોગ ફરિયાદ કલેક્ટર કચેરી ઉપરાંત સંલગ્ન વિવિધ ખાતાઓમાં કરી હતી.જેમાં પ્રથમ દબાણકારોની માંગ ને અનુલક્ષીને પ્રાંત સ્તરેથી અરજદાર ને પોતાની જમીન ખૂંટા ખોડી સ્પષ્ટ કરવા નો આદેશ કરવામાં આવતાં તેમણે તેની અમલવારી કરી હતી.

પરંતુ અન્ય ત્રણ વ્યક્તિ ઓએ પોતાનું ફેન્સીંગરૂપી અતિક્રમણ દૂર ન કર્યું હોવા છતાં કલેકર કચેરીએ સ્થળ સમીક્ષા કર્યા વિના અરજદારે કરેલ લેન્ડ ગ્રેબિંગ નો કેસ ડ્રોપ કરી નાંખતા ગુજરાતના જમીન દબાણ અધિનિયમ ના કાયદામાં લોલંલોલ ચાલતી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે .અને અરજદારે સમગ્ર કેસની સંનિષ્ઠ તપાસ કરી જવાબદારો વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...